Loksabha 2019 : અડવાણીની સાથે ભાજપના અડધોઅડધ સાંસદોની ટિકીટ કપાઈ જશે

ભાજપ ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચૂંટણીના મેદાનમા ઉતર્યું છે. પક્ષને જે બેઠકો પર નુકસાન થઇ શકે એવું છે, ત્યાં મહેનત કરવાની કવાયત શરૂ કરી છે. તેના જ ભાગ રૂપે ભાજપ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં ‘નો રિપીટ થિયરી’ અંતર્ગત 10થી વધુ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવા વિચારણા થઈ રહી છે. જ્યારે કે, 11 થી 15 સાંસદોને રિપીટ કરાશે. 
Loksabha 2019 : અડવાણીની સાથે ભાજપના અડધોઅડધ સાંસદોની ટિકીટ કપાઈ જશે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપ ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચૂંટણીના મેદાનમા ઉતર્યું છે. પક્ષને જે બેઠકો પર નુકસાન થઇ શકે એવું છે, ત્યાં મહેનત કરવાની કવાયત શરૂ કરી છે. તેના જ ભાગ રૂપે ભાજપ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં ‘નો રિપીટ થિયરી’ અંતર્ગત 10થી વધુ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવા વિચારણા થઈ રહી છે. જ્યારે કે, 11 થી 15 સાંસદોને રિપીટ કરાશે. 

ગુજરાત બીજેપી કોર કમિટીની બેઠકમા મોટો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે અનુસાર, બીજેપી ગુજરાતમાં પણ ૨૦% ટકા ટિકીટ કાપી શકે છે. પોતાની 5 વર્ષની ગ્રાન્ટ વહેંચનારા સાંસદોની બીજેપી ટિકીટ કાપશે. તો જીતવાવાળા ઉમેદવારને જ બીજેપી રિપીટ કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, અનેક રાજ્યસભા સાંસદોને ટિકીટ આપી શકે છે. 

લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 26 માંથી 26 બેઠક મેળવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તેના જ ભાગ રૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પક્ષ દ્વારા આ ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’નો અમલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ ચૂંટણીમાં પણ 10 સાંસદોની ટિકીટ કાપી નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. જો બેઠક પ્રમાણે  નજર નાખવામાં આવે તો

‘નો રિપીટ થિયરી’ અંતર્ગત આ સાંસદોની ટિકીટ કપાય તેવી શક્યતાઓ છે 

  1. વડોદરા- રંજનબેન ભટ્ટ 
  2. છોટા ઉદેપુર - રામસિંહ રાઠવા
  3. વલસાડ- કે.સી.પટેલ 
  4. સુરત-દર્શના જરદોશ
  5. મહેસાણા- જયશ્રીબેન પટેલ
  6. પાટણ- લીલાધર વાઘેલા
  7. સાબરકાંઠા - દીપસિંહ રાઠોડ
  8. અમરેલી - નારણ કાછડીયા  
  9. પોરબંદર - વિઠ્ઠલ રાદડિયા
  10. અમદાવાદ પૂર્વ -  પરેશ રાવલ  

જયારે 4 થી વધુ બેઠક એવી છે કે જ્યાં જો યોગ્ય જ્ઞાતિગત સમીકરણ અનુસાર જો ઉમેદવાર મળશે તો નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે, નહિ તો વર્તમાન સંસદને ફરીથી રિપીટ કરવામાં આવશે. આ સીટમાં છે...

  1. જુનાગઠ - રાજેશ ચુડાસમા   
  2. કચ્છ - વિનોદ ચાવડા  
  3. બનાસકાંઠા -  હરિભાઈ ચૌધરી 
  4. સુરેન્દ્રનગર - દેવજી ફતેપરા 

તો 11 સાંસદોની ટિકિટ આ લોકસભામાં પણ નિશ્વિત માનવામાં આવે છે. આ તમામ સાંસદોએ અત્યાર થી જ પોતાના મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. લોકસભાની ચૂંટણીમાં આ સાંસદોને ફરી ટિકીટ અપાય તેવી શકયતા છે.

  1.  નવસારી -સી.આર.પાટીલ 
  2. બારડોલી- પ્રભુ વસાવા
  3. દાહોદ- જશવંત સિંહ ભાભોર 
  4. ખેડા - દેવુસિંહ ચૌહાણ 
  5. આણંદ- દિલીપ પટેલ 
  6. ભરૂચ- મનસુખ વસાવા 
  7. પંચમહાલ - પ્રભાતસિંહ ચૌહાણ 
  8. જામનગર - પૂનમ માડમ  
  9. ભાવનગર - ભારતીબેન શિયાળ  
  10. રાજકોટ- મોહન કુંડારિયા
  11. અમદાવાદ પશ્ચિમ :- ડો.કિરીટ સોલંકી  

સામાન્ય રીતે ભાજપ ‘નો રિપીટ થિયરી’માં વધુ વિશ્વાસ કરે છે. પરંતુ આ વખતે પક્ષ ઉમેદવારોની જીતની શક્યતા પર વધુ ભાર મૂકી રહ્યો છે, ત્યારે મોટાભાગના સાંસદોને તેના આધારે રિપીટ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news