Box Office Collection : કેસરિયા થઈ ગઈ અક્ષય કુમારની હોળી, 'કેસરી'ને મળ્યું ધમાકેદાર ઓપનિંગ 

'કેસરી'એ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવી છે

Box Office Collection : કેસરિયા થઈ ગઈ અક્ષય કુમારની હોળી, 'કેસરી'ને મળ્યું ધમાકેદાર ઓપનિંગ 

નવી  દિલ્હી : આ વર્ષે બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે પોતાના ચાહકો માટે કેસરી રિલીઝ કરીને તેમની હોળી સુધારી દીધી છે. દર્શકોએ પણ ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ આપી છે. આ ફિલ્મે બોક્સઓફિસને પોતાના રંગમાં રંગી નાખી છે અને વર્ષની સૌથી મોટી ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની છે. અત્યાર સુધી 2019નું સૌથી મોટું ઓપનિંગ ગલી બોયના નામે હતું પણ હવે એ અક્ષય કુમારની કેસરીના નામે થઈ ગયું છે. 

બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 21.50 કરોડ રૂપિયાની કમાણી કરીને ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. અક્ષય કુમારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો રિયલ સ્ટાર છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ આ ખુશખબર સોશિયલ મીડિયામાં શેયર કર્યું છે. 

— Karan Johar (@karanjohar) 22 March 2019

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની જાહેરાત પ્રમાણે ફિલ્મે 21.50 કરોડ રૂપિયાની જબરદસ્ત ઓપનિંગ કરીને ગલી બોયને ઓપનિંગના મામલે બીજા સ્થાન પર ખસેડી દીધું છે. ગલી બોયની બોક્સઓફિસ પર 19.40 કરોડ રૂપિયાની ઓપનિંગ હતી જ્યારે ટોટલ ધમાલે 16.50 કરોડ રૂપિયાની ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. 

21 માર્ચના દિવસે કેસરી દેશમાં 3600 સ્ક્રીન્સ અને ઓવરસીઝમાં 600 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. 80 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મને ચાર દિવસનું ઓપનિંગ વિકેન્ડ મળ્યું છે. અંદાજ છેકે આ ફિલ્મ બહુ જલ્દી 100 કરોડ રૂપિયાની કમાણી સુધી પહોંચી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news