રૂઆબ ઘટશે! ભાજપના નેતાઓ હવે સરકારી કારનો નહીં કરી શકે ઉપયોગ, લેવાયા આ નિર્ણયો

ગુજરાતમાં અત્યાર સુધી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કોઈપણ સંગઠનના કાર્યક્રમોમાં જવા માટે સરકારી કારનો જ ઉપયોગ કરતા હતા. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બનતાંની સાથે જ તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા હતા જે હવે પછી નહીં કરી શકે. 

રૂઆબ ઘટશે! ભાજપના નેતાઓ હવે સરકારી કારનો નહીં કરી શકે ઉપયોગ, લેવાયા આ નિર્ણયો

ગાંધીનગર: ગુજરાતમાં ભાજપના મોટા નેતાઓ નારાજ થઈ જાય એવો નિર્ણય લેવાયો છે. સત્તા અને સંગઠનમાં પાવર ધરાવતા ઘણા નેતાઓ સરકારી કારોનો દુરોપયોગ કરતા હતા. હવે એ નહીં કરી શકે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે સરકારી કારનો ઉપયોગ કરી શકશે નહીં. વાહન વ્યવસ્થાને લઈને એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. 

આ નિર્દેશના અનુસાર હવે ભાજપના નેતા, સાંસદ, ધારાસભ્ય સરકારી ગાડીઓનો ઉપયોગ કરી શકશે નહીં. નિર્દેશમાં ચોખ્ખુ જ કહેવામાં આવ્યું છે કે ભાજપના પ્રદેશ પદાઅધિકારીઓને સરકારી કારની સુવિધા હવે નહીં આપવામાં આવે અને નેતાઓએ તેમની પોતાની જ કારનો ઉપયોગ કરવાનો રહેશે. જેને પગલે નેતાઓને પોતાનો રૂઆબ ઘટ્યા હોવાનો અહેસાસ થઈ શકે છે.  

પાર્ટી નેતા કરતા હતા સરકારી કારનો દુરોપયોગ કરતા હોવાની અનેક ફરિયાદો હતી. આખરે આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કોઈપણ સંગઠનના કાર્યક્રમોમાં જવા માટે સરકારી કારનો જ ઉપયોગ કરતા હતા. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બનતાંની સાથે જ તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા હતા જે હવે પછી નહીં કરી શકે. 

કાર્યાલયથી કાર સાથે ડ્રાઈવરની સુવિધાનો ઉપયોગ કરવામાં આવતો હતો જે હવે ભાજપમાં પ્રદેશ પદાધિકારીઓને આ સુવિધા હવે આપવામાં નહીં આવે. નિર્દશો મુજબ પ્રદેશના પદાધિકારીઓને હવે તેમની પોતાની કાર લઈને કાર્યક્રમમાં જવાનું રહેશે. આ વાહન વ્યવસ્થામાં કરાયેલા બદલાવથી ઘણા ઉચ્ચ નેતાઓ નારાજગી વ્યકત કરી હતી પણ આદેશ માનવા સિવાય છૂટકો નથી કારણ કે ભાજપ એ શિસ્તમાં માનનારી પાર્ટી ગણાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news