ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી

સુરતમાં ભાજપનું વોટ્સએપ ગ્રુપ ફરીથી અશ્લિલ વીડિયો પોસ્ટિંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં સુરતમાં ભાજપના કાર્યકરે વ્હોટ્સએપ ગ્રૃપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા.

ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી

તેજશ મોદી, સુરત : સુરતમાં ભાજપનું વોટ્સએપ ગ્રુપ ફરીથી અશ્લિલ વીડિયો પોસ્ટિંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં સુરતમાં ભાજપના કાર્યકરે વ્હોટ્સએપ ગ્રૃપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને જોઈને મહિલા કાર્યકરો શરમમાં મૂકાઈ હતી. આ કાંડ પછી મહિલા કાર્યકરોએ અશ્લીલકાંડના આરોપી કાર્યકરને ગ્રૃપમાંથી કાઢી નાખવાની વાત કરી હતી.

ગુજરાતમાં વધુ એકવાર શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના કાર્યકર્તા કન્ટ્રોલ બહાર ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત વોર્ડ નંબર 24ના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર થયા હતા. વ્હોટસએપ ગ્રુપમાં એક પછી એક ચાર વીડિયો શેર થયા હતા. ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ અશ્લીલ વીડિયો શેર કર્યા હતા. ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત ગ્રુપ મેમ્બર મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી.

આ પહેલાં અમદાવાદના નરોડામાં ભાજપના રંગીલા મહામંત્રીની બીભત્સતા સામે આવી હતી. નરોડા ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે ભાજપના ઓફિશિયલ નરોડા ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે વોટ્સએપ ગ્રૂપમાં 70 થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા હતા જેના પછી વિવાદ સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news