2070 સુધી ભાજપ છે, અમારો વારો આવ્યો એમ તમારો પણ આવશે: મુખ્યમંત્રી

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં આગામી કાર્યક્રમો બાબતે વિગત આપતા પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ "કમલ પુષ્પ" કાર્યક્રમ બાબતે સૌ ઉપસ્થીત કાર્યકારી સભ્યોને વિગત જણાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓએ પાર્ટીને સિંચન કરીને વટ વૃક્ષ બનાવવામાં જે યોગદાન આપ્યું છે એ વિભૂતિઓનું  માર્ગદર્શન અને તેમના જીવનની પ્રેરણા નવી પેઢીને મળે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત namo app અને narendra modi.in વેબસાઇટ પર આવા સંઘર્ષશીલ કાર્યકર્તાઓના ફોટા,  તેમના જીવન ચરિત્ર અને ટૂંકી વિગત તેમના જીવન કવન વિશેની માહિતી,  ટૂંકી ફિલ્મ કે તેમનો વિડીયો અપલોડ કરવાનું અભિયાન જિલ્લા સહ હાથ ધરવામા આવશે.  
2070 સુધી ભાજપ છે, અમારો વારો આવ્યો એમ તમારો પણ આવશે: મુખ્યમંત્રી

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં આગામી કાર્યક્રમો બાબતે વિગત આપતા પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ "કમલ પુષ્પ" કાર્યક્રમ બાબતે સૌ ઉપસ્થીત કાર્યકારી સભ્યોને વિગત જણાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓએ પાર્ટીને સિંચન કરીને વટ વૃક્ષ બનાવવામાં જે યોગદાન આપ્યું છે એ વિભૂતિઓનું  માર્ગદર્શન અને તેમના જીવનની પ્રેરણા નવી પેઢીને મળે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત namo app અને narendra modi.in વેબસાઇટ પર આવા સંઘર્ષશીલ કાર્યકર્તાઓના ફોટા,  તેમના જીવન ચરિત્ર અને ટૂંકી વિગત તેમના જીવન કવન વિશેની માહિતી,  ટૂંકી ફિલ્મ કે તેમનો વિડીયો અપલોડ કરવાનું અભિયાન જિલ્લા સહ હાથ ધરવામા આવશે.  

મુખ્યમંત્રીએ પણ કાર્યકરોને સંબોધિત કર્ય હતા. સંબોધનમાં તેમણે જણાવ્યું કે, ભાજપ હતું છે અને રહેશે. 2070 સુધી ભાજપ જ છે એટલે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી. મારો વારો આવ્યો એમ તમારો પણ આવશે તેમ સમજીને તન મન ધનથી પક્ષના કામમાં જોડાઇ જાઓ. હાલ કોઇ પણ વ્યક્તિ કરતા પણ ભાજપ મોટી બ્રાન્ડ છે. દરેક જિલ્લામાંથી ૫થી લઇને દસ લોકો કે જે જનસંઘ સાથે જોડાયેલા છે. જેમણે જનહિત માટે આંદોલનો કર્યા છે, પ્રજાની સેવામાં જોડાયા છે તેવા વરિષ્ટ લોકોના જીવન ચરિત્ર જીવન કવન, તેમના ફોટા અને વિડિયો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કેન્દ્ર કક્ષાએ મોકલવામાં આવશે અને ઓનલાઇન ડિજિટલ માધ્યમો જેવાકે namo app અને narendramodi.in પર તે પ્રકાશિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં આપણા વરિષ્ઠ પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સતત માર્ગદર્શન સૌને મળતું રહેશે તેમ  મહેશ કસવાલા સમગ્ર કારોબારીને માહિતી આપી હતી.

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં આગામી કાર્યક્રમો સંદર્ભે વિગત આપતા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો પ્રદ્યુમન વાઝાએ ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં "સંવિધાન ગૌરવ અભિયાન" અંતર્ગત "સવિધાન ગૌરવયાત્રા" બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વાઝાએ જણાવ્યું કે 2011 માં બંધારણ દિવસ નિમિત્તે આપણા માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારી અંતર્ગત બંધારણ દિવસ નિમિત્તે હાથી પર બંધારણની પ્રતિકૃતિ મૂકીને બંધારણ યાત્રા કાઢી હતી તે બાબતને 10 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમિતે દશાબ્દી અંતર્ગત સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ૨૬મી નવેમ્બર ૬ઠ્ઠી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સંવિધાન દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ સવિધાન યાત્રા નો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતી મોરચા દ્વારા આયોજિત થનાર છે તેમાં જિલ્લા મહાનગર નું સંગઠન જોડાઇને કાર્યક્રમને સફળ બનાવવા ની હાકલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news