પપ્પાની માફક સ્ટાર બનશે આ ક્રિકેટર્સના પુત્ર! ટીમ ઇન્ડીયાના દ્વારે મારી રહ્યા છે ટકોરા
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) દુનિયાના મહાન ક્રિકેટર્સમાં સામેલ કરવામાં આવે છે, તેમણે પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાં બેટીંગના ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) ના ઇતિહાસમાં ઘણી એવી તક આવી છે જ્યારે પિતા અને પુત્ર બંનેએ ઇન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ રમી હોય. લાલ અમરનાથ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટર્સના પુત્રને પણ ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી. હવે 3 એવા પૂર્વ ક્રિકેટર છે જેમના પુત્ર ભારતીય ટીમનો દ્વાર ખખડવી રહ્યા છે છે. આવો નજર કરીએ...
1. સંજય બાંગારના પુત્ર આર્યન બાંગર
પૂર્વ ક્રિકેટર સંજય બાંગર (Sanjay Bangar) એ ટીમ ઇન્ડીયા માટે ફક્ત 12 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી છે. જોકે કોચ તરીકે તે વધુ સફળ રહ્યા છે. તેમના પુત્ર આર્યન બાંગર (Aryan Bangar) એ થોડા સમય પહેલાં કૂચ બિહાર ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આર્યન એક ઓલરાઉન્ડ છે, તેમનું તાજેતરમાં ઇંગ્લિશ કાઉન્ટીની જૂનિયર ટીમ લિસેસ્ટશાયર સાથે કોન્ટેક્ટ થયું છે, એવામાં કહેવું ખોટું નથી કે તે રાષ્ટ્રીય ટીમમાં દસ્તક આપી શકે છે.
2. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) દુનિયાના મહાન ક્રિકેટર્સમાં સામેલ કરવામાં આવે છે, તેમણે પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાં બેટીંગના ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) પણ ક્રિકેટર છે. આ વર્ષે તેમને આઇપીએલ (IPL) ની મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જો તે આગામી સમયમાં પોતાની બોલિંગનો જલવો બતાવવામાં સફળ રહે છે તો ટીમ ઇન્ડીયા (Team India) નો માર્ગ તેમના માટે મુશ્કેલ નથી.
3. રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડ
ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) જેમને આખી દુનિયા 'ધ વોલ' ના નામથી ઓળખે છે, તેમણે ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષો સુધી સારું પ્રદર્શન અક્રી કરોડો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેમની નિવૃતિ બાદ ફેન્સે તેમને ફીલ્ડ પર ખૂબ મિસ કર્યા પરંતુ હવે તેમની ખોટને પુરી કરવા માટે તેમના પુત્ર સમિત દ્રવિડ (Samit Dravid) પોતાના પિતાના પગલે ચાલવા લાગ્યા છે. સમિત પણ પપ્પાની માફક જ એક શાનદાર ક્રિકેટર બનવાની તૈયારીમાં કરી રહ્યા છે. તનતોડ મહેનત કરી રહ્યા છે.
વર્ષ 2019 માં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન તરફથી આયોજિત જૂનિયર લીગમાં રમતાં સમિતએ 201 રનની ઇનિંગ રમી હતી અને ત્યારબાદ અણનમ 94 રન બનાવ્યા. એટલું જ નહી સમિતે બોલીંગ કરતાં 26 રન આપીને વિકેટ પણ લીધી. સૌથી પહેલાં સમિત 2015 માં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બેંગલુરૂમાં અંડર 12 ક્રિકેટ રમતાં પોતાની મલાયા અદિતિ ઇન્ટરનેશનલ માટે તેમણે ત્રણ ફીફ્ટી ફટકારી હતી. તેમની આ ઇનિંગના લીધે તેમની ટીમને જીત પ્રાપ્ત થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે