બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનારાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ, 12 લોકોમાં 2 દબંગ નેતા સામેલ

Gujarat Elections 2022 : પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા નેતાઓ પર ભાજપનું હંટર યથાવત્.. પક્ષ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા વધુ 12 નેતાઓ પક્ષમાંથી સસ્પેન્ડ.. આ પહેલાં 7 નેતાઓને કરાયા હતા સસ્પેન્ડ..

બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનારાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ, 12 લોકોમાં 2 દબંગ નેતા સામેલ

Gujarat Elections 2022 : પક્ષના વિરોધમાં જઈને અપક્ષ ઉમેદવારી કરનારા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. કુલ 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં બે દિગ્ગજ નેતાઓ મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. તો ઉમેદવારી માટે જેના સમર્થકોએ કમલમના દરવાજે પહોંચીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કમલમને ઘેરી લીધુ હતુ તે ધવલસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા છે. આ એ જ ધવલસિંહ ઝાલા છે, જેમનુ બાયડ બેઠક પરથી પત્તુ કપાયુ હતું. બે દિવસ પહેલા જ ભાજપે અપક્ષ દાવેદારી કરનારા 7 નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે હવે 12 નેતાઓનું બીજુ લિસ્ટ જાહેર કર્યું છે.

વડોદરા - દિનુભાઈ પટેલ, મધુભાઈ શ્રીવાસ્તવ, કુલદીપસિંહ રાઉલ
પંચમહાલ (શહેરા) - ખતુભાઈ પગી
મહીસાગર (લુણાવાડા) - જેપી પટેલ, એમએસ ખાંટ
આણંદ (ખંભાત) - અમરશીભાઈ ઝાલા
આણંદ (ઉમરેઠ) - રમેશભાઈ ઝાલા
અરવલ્લી (બાયડ) - ધવલસિંહ ઝાલા
મહેસાણા (ખેરાલુ) - રામસિંહ ઠાકોર
મહેસાણા (ધાનેરા) - માવજીભાઈ દેસાઈ
બનાસકાંઠા (ડીસા) - લેબજી ઠાકોર

વડોદરાના 3 નેતા સસ્પેન્ડ
વડોદરાના ચર્ચિત અને દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. તો પાદરામાંથી દીનું પટેલે પણ અપક્ષ ઉમેદવારી કરી હતી. જેથી તેમને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તો સાવલીના કુલદીપસિંહ રાઉલને પણ સસ્પેન્ડ કરાયા છે. આમ વડોદરાના 3 નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યાં છે.  

 

bjp_suspend_zee.jpg

કોણ કોણ સસ્પેન્ડ
પંચમહાલના હતુભાઇ પગીને સસ્પેન્ડ કરાયા છે. મહીસાગરના લુણાવાડાના બે નેતાઓ એસએમ ખાન અને ઉદયભાઇ શાહ સસ્પેન્ડ કરાયા છે. આણંદના ઉમરેઠ અને ખંભાતના બે નેતાઓ સસ્પેન્ડ કરાયા છે. ઉમરેઠના રમેશભાઈ ઝાલા અને ખંભાતના અમરશીભાઈ ઝાલાને સસ્પેન્ડ કરાયા છે. તો અરવલ્લીના બાયડના ધવલસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા છે, જેમના સમર્થકો ઉમેદવારી માટે કમલમના દરવાજા સુધી પહોંચી ગયા હતા. મહેસાણાના ખેરાલુ અને ધાનેરાના બે નેતાઓને સસ્પેન્ડ કરાયા છે. ખેરાલુના રામસિંહ ઠાકોર અને ધાનેરાના માવજીભાઈ દેસાઈને પાર્ટી બહાર કરાયા છે. બનાસકાંઠાના ડીસાના લેબજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરાયા. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news