અમદાવાદ: ભાજપમાં માથાભારે તત્વો, કોઇને કાયદો સંવિધાનની પડી નથી, MLA બેકાબુ

કેતન ઇનામદાર રાજીનામા બાદ હવે મધુ શ્રીવાસ્તવનો મુદ્દો ઉછળી રહ્યો છે. મધુશ્રીવાસ્તવ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં રાજીનામાની ધમકીઓ ઉચ્ચારી રહ્યા અને પોતાનાં વિસ્તારનાં કામ ન થઇ રહ્યા હોવાનાં અને કેટલાક મંત્રીઓ વિરુદ્ધ બણગા ફુંકી રહ્યા છે. જો કે ભાજપ કેતન ઇનામદારને મનાવવામાં તો સફળ રહ્યું છે, ત્યારે મધુશ્રીવાસ્તવનું કોકડું ગુંચવાઇ રહ્યું છે. ત્યારે ગરમાયેલી રાજનીતીમાં કોંગ્રેસ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યું છે. અગાઉ કોંગ્રેસ કેતન ઇનામદારને પણ કોંગ્રેસમાં આવવા માટેની ઓફર આપી ચુક્યું છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનાં ધારાસભ્યોને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. 
અમદાવાદ: ભાજપમાં માથાભારે તત્વો, કોઇને કાયદો સંવિધાનની પડી નથી, MLA બેકાબુ

અમદાવાદ : કેતન ઇનામદાર રાજીનામા બાદ હવે મધુ શ્રીવાસ્તવનો મુદ્દો ઉછળી રહ્યો છે. મધુશ્રીવાસ્તવ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં રાજીનામાની ધમકીઓ ઉચ્ચારી રહ્યા અને પોતાનાં વિસ્તારનાં કામ ન થઇ રહ્યા હોવાનાં અને કેટલાક મંત્રીઓ વિરુદ્ધ બણગા ફુંકી રહ્યા છે. જો કે ભાજપ કેતન ઇનામદારને મનાવવામાં તો સફળ રહ્યું છે, ત્યારે મધુશ્રીવાસ્તવનું કોકડું ગુંચવાઇ રહ્યું છે. ત્યારે ગરમાયેલી રાજનીતીમાં કોંગ્રેસ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યું છે. અગાઉ કોંગ્રેસ કેતન ઇનામદારને પણ કોંગ્રેસમાં આવવા માટેની ઓફર આપી ચુક્યું છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનાં ધારાસભ્યોને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. 

એક પછી એક ધારાસભ્યો બહાર આવી રહ્યા છે. ભાજપમાં માથાભારે તત્વો છે, તે કોઇ કાયદા કે સંવિધાનમાં માનતા નથી. ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે. લોકો સ્પષ્ટ પણે ભ્રષ્ટાચાર જોઇ શકે છે. પોતે ઇચ્છે તેવા અધિકારીઓ હોવા જોઇએ તેવી ભાજપની માનસિકતા છે. 25-30 ધારાસભ્યો એવા છે કે ભાજપની સરકાર નાખુશ છે. રાજ્યના મુખ્યમંત્રી કે નાયબ મુખ્યપ્રધાન આવી ધારાસભ્યોની દાદાગીરી સામે કાંઇ બોલી શકતા નથી. આ અગાઉ આનંદી બહેન વખતે પણ આવું થયું હતું. ધારાસભ્યો ચેલેન્જ આપે છે કે, મંજુરી નહી મળે તો જાહેરમાં લાફો મારીશું.

ચાવડાએ એવું કહ્યું કે, ગુજરાતમાં કાયદો તો માત્ર સામાન્ય માણસ માટે જ છે. સામાન્ય માણસની ઝુંપડી બાંધે તો તોડી પડાય છે. NSUI પર હુમલો થાય તો પણ કોઇ કાર્યવાહી થતી નથી. પરીક્ષામાં જીતુભાઇ વાઘાણીનો પુત્ર પકડાય તો પણ કોઇ કામગીરી કરવામાં નથી આવતી. ભાજપનાં લોકો અધિકારીઓ પોતાની ઇચ્છા અનુસાર કામ ન કરે તો તેમની સાથે પણ દાદાગીરી કરતા જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news