સુરત: ભાજપના વધુ એક કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

મહાનગરપાલિકાનાં ભાજપના વધુ એક કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ કોર્પોરેટરને ડોક્ટર પાસેથી રૂપિયા 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર દવાખાનાનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડાવવા માટે લાંચ માંગી હતી. આ ઘટનાને પગલે મહાનગર પાલિકાના ભાજપ શાસકોમાં સોપો પડી ગયા છે. 
 

સુરત: ભાજપના વધુ એક કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

તેજશ મોદી/સુરત: મહાનગરપાલિકાનાં ભાજપના વધુ એક કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ કોર્પોરેટરને ડોક્ટર પાસેથી રૂપિયા 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર દવાખાનાનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડાવવા માટે લાંચ માંગી હતી. આ ઘટનાને પગલે મહાનગર પાલિકાના ભાજપ શાસકોમાં સોપો પડી ગયા છે. 

એસીબી પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 8 ડભોલી સીંગણપોરના કોર્પોરેટર જયંતી ભંડેરીએ કતારગામ વિસ્તારમાં આવેલા હરી દર્શન સોસાયટી નજીક દવાખાનુ બાંધતા એક ડોક્ટર પાસે તેના દવાખાનાનું બાંધકામ નહીં તોડવા માટે રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. તેમજ એવી ધમકી પણ આપી હતી કે, જો લાંચની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે. 

ડોક્ટર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં સંપર્ક કરીને ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એસીબીના અધિકારીઓએ ફરિયાદી ડોક્ટરને રૂપિયા 50 હજારની ચલણી નોટો ઉપર પાઉડર લગાવીને આપી હતી તેમજ જયંતી ભંડેરીની ઓફિસ પર તેમને મોકલ્યા હતા. એસીબીની ટીમ પણ આ ઓફીસની આસપાસ ગોઠવાઇ ગઇ હતી અને ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરીએ રૂપિયા 50 હજારની લાંચ સ્વિકારતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમણે જયંતી ભંડેરીને લાંચના રૂપિયા 50 હજારની ચલણી નોટ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

યોગગુરુ પ્રદીપજી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી, ટૂંક સમયમાં નોંધાશે ફરિયાદ

એસીબીની ટીમ દ્વારા આ સમગ્ર લાંચની ઘટનામાં જયંતી ભંડેરી અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચિતના અંશોનું રેકોર્ડીંગ પણ કબજે કરવામાં આવ્યુ છે અને એ સિવાયના અન્ય સાંયોગીક પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં ભાજપના જયંતી ભંડેરીની એસીબીએ ધરપકડ કરી છે અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે. મહત્વનું આ અગાઉ ભાજપના ત્રણ મહિલા કોર્પોરેટરો પણ લાંચ લેતા ઝડપાયા હતાં, તેમાં પણ છેલ્લા એક વર્ષમાં આ ત્રીજા કોર્પોરેટર છે. એસીબીની ધરપકડ બાદ ભાજપ દ્વારા ભંડેરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ એસીબીએ જયંતિ ભંડેરીના ઘરે તપાસ પણ શરુ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news