ભાજપ-કોંગ્રેસ-AAP બધા કેમ આ પાટીદારને કરે છે પસંદ? શું 2022માં નરેશ પટેલ બનશે ગુજરાતના 'નરેશ'? જાણો ગુજરાતમાં પાટીદાર પાવરનું ગણિત
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો તરફથી નરેશ પટેલને પોતાના રાજકીય પક્ષમાં જોડાવા માટેનાં આમંત્રણ મળી ચુક્યા છે પરંતુ તે જ પક્ષમાં હાલમાં રહેલા નેતાઓને “બેક સ્ટેપ” જવાનો ડર પણ સતાવી રહ્યો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: નરેશ પટેલ રાજકીય રંગમાં રંગાવાના છે તેવા સમાચારો છેલ્લા કેટલાક દિવસથી માધ્યમોમાં વહેતા થયા છે. અમુક આગેવાનોને નરેશ પટેલની રાજકીય એન્ટ્રીથી પોતાના જ પક્ષમાં પોતાનાં અસ્તિત્વ માટેનો ડર છાના ખૂણે સતાવી રહ્યો છે તેનું કારણ અકબંધ છે. હજુ સુધી નરેશ પટેલ કોના થશે એ વાત સ્પષ્ટ થઈ નથી, પરંતુ પ્રશાંત કિશોરની સ્ટેટ્જી અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોક સાથે નરેશ પટેલની મુલાકાત થઈ છે, ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તે લગભગ ફાઈનલ થઈ ચૂક્યું છે.
જો નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાઈ તો કોંગ્રેસમાં રહેલા અનેક કદાવર નેતાઓને નરેશ પટેલની ગગનચુંબી પ્રતિષ્ઠાને કારણે બેક સ્ટેપ થવું પડે અને નરેશ પટેલ જેવા કદાવર વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠાને લઈને લોકોના સીધા સંપર્કમાં રહી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો તરફથી નરેશ પટેલને પોતાના રાજકીય પક્ષમાં જોડાવા માટેનાં આમંત્રણ મળી ચુક્યા છે પરંતુ તે જ પક્ષમાં હાલમાં રહેલા નેતાઓને “બેક સ્ટેપ” જવાનો ડર પણ સતાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને જેનો સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોમાં ડંકો વાગી રહ્યો છે એવા નરેશ પટેલનું નામ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાઇ રહ્યું છે, ભાજપ,કોંગ્રેસ અને આપ આમ ત્રણેય પાર્ટીઓ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં લઇ જવા માટે રીતસરની પડા-પડી કરી રહ્યા છે તો કોણ છે નરેશ પટેલ અને તેમના કોઇ પાર્ટીમાં જવાથી પાર્ટીને શું ફરક પડી શકે છે ?
નરેશ પટેલ માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ
નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની છે. ગુજરાતના રાજકારણમાં દરેક પક્ષ નરેશ પટેલને પોતાનામાં લાવવા માટે રીતસરની હોડ લગાવી રહ્યાં છે. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના મત મેળવવા માટે નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી નરેશ પટેલને પોતાનામાં લાવવા માંગે છે. વાત એ છે કે, નરેશ પટેલ જે પણ પક્ષમાં જશે તેના માટે ડાર્ક હોર્સ સાબિત થશે. ખોડલધામના પ્રણેતા હોવાની સાથે તેઓ પાટીદાર સમાજ પર મોટુ પ્રભુત્વ ધરાવે છે.
ગુજરાતમાં પાટીદાર પાવર
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાટીદારોની 15 ટકા વસ્તી ધરાવે છે. 2012માં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા. 2012માં 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાતા કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા. 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.
'2022માં ગુજરાત, 2023માં રાજસ્થાન અને 2024માં હિન્દુસ્તાન જીતીશું': સતીશ પુનિયા
કોણ છે નરેશ પટેલ?
કાગવડ ખાતે ખોડલધામ મંદિરના સ્થાપક ટ્રસ્ટી નરેશ પટેલ છે. તેઓ અનેક ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નરેશ પટેલ બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તમને જણાવી દઈએ કે, નરેશ પટેલ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે મારી વિચારધારા કોંગ્રેસની છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તન જોવા ઈચ્છીશ. કાગવડ ખાતે 21 લાખ પાટીદારોને ભેગા કરી શકિત પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસની ક્રોનોલોજી અશોક ગેહલોતે પાડ્યો ખેલ
વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે અહમદ પટેલ બાદ અશોક ગેહલોત કોંગ્રેસના ચાણક્ય બન્યા છે. જેના માટે રઘુ શર્માને પ્રભારી બનાવી ગુજરાત મોકલ્યા છે. જયપુરમાં લગ્ન પ્રસંગના બહાને અશોક ગેહલોતને મળ્યા હતા. એટલું જ નહીં, સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, પ્રશાંત-નરેશ વચ્ચે મુલાકાત પણ થઈ હતી, ત્યારબાદ રાજસ્થાન સીએમ અશોક ગેહલોતને પણ મળ્યા હતા. પ્રશાંત-નરેશ વચ્ચે અનેક મુલાકાતો થઈ ચૂકી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી નરેશ પટેલની ઈચ્છા હતી. પ્રશાંત કિશોર પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાની તૈયારીમાં છે. પ્રશાંત કિશોર પણ સર્વેના પક્ષમાં નરેશ પટેલ પણ સર્વેના પક્ષમાં છે. પ્રશાંત કિશોર ચહેરાને ગુજરાતમાં ઉતારવા માગે છે. RG, NP, PK વચ્ચે મુલાકાત પણ થઈ છે. હવે સવાલ તે ઉભો થાય છે કે શું 2022માં નરેશ પટેલ બનશે ગુજરાતના 'નરેશ'? આ સવાલનો જવાબ ગુજરાતની જનતાને થોડાક જ સમયમાં મળી જશે.
'કોંગ્રેસે અત્યારથી જ મેદાન છોડી દીધું, 2022માં પણ ખરાબ રીતે હારશે': જીતુ વાઘાણી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.
નોંધનીય છે કે, નરેશ પટેલના પુત્ર અને પત્ની શાલિનીબેન બંને તેમના રાજકારણમાં જોડાવાને લઈને સમર્થન આપી રહ્યાં છે. બંનેએ કહ્યુ કે, તેઓ તેમના નિર્ણય સાથે છે, ત્યારે જોવુ એ રહ્યુ કે નરેશ પટેલ આખરે કોના ખોળામાં બેસશે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ નરેશ પટેલના પોતાના પક્ષમાં જોડાવાને લઈને આતુર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે