Gujarat Election 2022: ચૂંટણી જીતવા ભાજપ ટેકનોલોજીના સહારે, રોબોટથી ચૂંટણી પ્રચાર જોઈ લોકો આશ્વર્યચકિત થયા!

Gujarat Election 2022: ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી રહી છે.

Gujarat Election 2022: ચૂંટણી જીતવા ભાજપ ટેકનોલોજીના સહારે, રોબોટથી ચૂંટણી પ્રચાર જોઈ લોકો આશ્વર્યચકિત થયા!

Gujarat Election 2022, નચિકેત મહેતા/ખેડા: ગુજરાતી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ આ વખતે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી રહી છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે, અને તેઓનું સપનું છે કે, ભારત ડિજિટલ બને અને એટલા માટે જ ગત 2017 ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2019 ની લોકસભાની ચૂંટણી, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો. હવે આવી જ ટેકનોલોજી નો ઉપયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે. હાલમા ડિજિટલ રોબોટનું ચલણ શરૂ થયું છે, પરંતુ આ ડિજિટલ રોબોટ વિધાનસભા ની ચૂંટણીના પ્રચારમાં વાપરવાની સૌપ્રથમ શરૂઆત ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા બેઠક પરથી કરવામાં આવી છે. 

આ અંગે હર્ષિલ પટેલ જણાવી રહ્યા છે કે, "આ કોન્સેપ્ટ છે એમાં એક રોબોટ છે એ રોબોટની અંદર આપણે અત્યારે એના દ્વારા હાઇ ટેક પ્રચાર કરી રહ્યા છે. 2014 થી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમનો એક ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ ચાલુ થયો છે અને અમે પણ ડિજિટલ ઇન્ડિયામાં કંઈક નવું કરીએ ત્યારે અમારી સાથે કારોબારીમાં કે ધ્રુવ પંડિત કરીને છે એમની ખાસ ઓળખ હતી. આમાં અને એમણે સુધારા વધારા કરીને ખાસ રોબોટ બનાવ્યો છે અને ખૂબ મહેનતે આ એક રોબોટ બન્યો છે અને એ ધ્રુવભાઇની મહેનતે આ એક રોબોટ બન્યો છે.

અમારું આઈટી સેલ ભારતમાં નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહ્યું છે અને આ પ્રયોગ દ્વારા અમે સૌને પેમ્પલેટ આપી રહ્યા છે અને રોબોટ દ્વારા અમે પ્રચાર પ્રસારનુ માધ્યમ બનાવ્યું છે. આ રોબોટમાં અમે ઉમેદવારના કામગીરીના પેમ્પલેટ છપાવ્યા છે જે મૂક્યા છે સાથે જ ચૂંટણીના સ્લોગન પણ આમાં ફીટ કર્યા છે જે બોલશે એટલે હાઈ ટેક ડિજિટલ ચૂંટણી પ્રચાર આના થકી કરવામાં આવશે.

અમે નડિયાદ ના ધારાસભ્ય અને વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે,"અમારા આઈટી સેલના પ્રમુખ છે મધ્ય ઝોનના હર્ષિલભાઈ એમણે આ એક રોબોટ એમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ રોબોટ વર્ક કરી રહ્યો છે. પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. અને બધાની પાસે ઉભો રહેશે અને લોકો પેમ્પલેટ લઈ શકે અને વાંચી શકે એ પ્રમાણે કામ કરી રહ્યું છે. 

સાથે જ સ્પીકર દ્વારા જુદા જુદા વિસ્તારમાં મારા દ્વારા જે કામો થયા છે તે પણ લોકોને સંભળાશે અને  જ્યાં અમારી વિધાનસભાનું કાર્યલય છે જે લોકો આવશે એમાં આ રોબોટ ફરશે અને પ્રચાર કરતો રહેશે.  હાલમાં અમારી વિધાનસભામાં એક રોબોટ અમે પ્રચાર પ્રસાર માટે મુક્યો છે. હાઈટેક રોબોટ છે અને લોકોને કંઈક નવું મળ્યું છે. અને આ એક નવો વિષય છે એટલે લોકોની વચ્ચે આ સારો લોકપ્રિય બન્યો છે.

મહત્વનું છે કે ડિજીટલ હાઈટેક યુગમાં હવે ચૂંટણી પ્રચાર પણ હાઈટેક બની રહ્યુ છે. પહેલા સોશિયલ મીડિયા અને હવે હાઇટેક ટેકનોલોજીથી બનેલું ડિજિટલ રોબોટ અને તેના થકી પ્રચારનો આ નવો કોન્સેપ્ટ નડિયાદ વિધાનસભામાં શરૂ થયો છે. જેને લઇને હાલ તો આ રોબોટિક પ્રચાર નડિયાદ વિધાનસભામાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news