Biparjoy Cyclone: સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન...બિપોરજોય આ વિસ્તારોને ધમરોળશે! મેપમાં જુઓ ક્યાંથી પસાર થશે વાવાઝોડું
Trending Photos
એક બાજુ જ્યાં દેશમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યાં બીજી બાજુ અરબી સમુદ્રમાં બનેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે. ગુજરાત પર આ ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. જેને બિપોરજોય (Biparjoy or Biporjoy) નામ આપવામાં આવ્યું છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે પૂર્વ મધ્ય અને આજુબાજુના દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર ગંભીર ચક્રવાતી તોફાન બન્યું. તે લગભગ 12.6N અને 66.1E પર કેન્દ્રીત છે અને ગોવાના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી લગભગ 890 કિમી પર સ્થિત છે.
મેપમાં જુઓ ક્યારે ક્યાંથી પસાર થશે બિપોરજોય વાવાઝોડું
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24 કલાક દરમિયાન એટલે કે 8 જૂનની સવાર સુધીમાં તેના ઉત્તર તરફ આગળ વધવાની અને તીવ્ર થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં બનેલું આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા તેજ થતું જશે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતમાં પવનની ઝડપ 150થી 190 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 8થી 10 જૂન સુધીમાં સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. તેની સૌથી વધુ અસર ગુજરાતના સમુદ્ર કિનારાના શહેરોમાં જોવા મળશે.
Severe Cyclonic storm Biparjoy over eastcentral and adjoining southeast Arabian Sea at 0830 IST of 07th June, near lat 12.7N and lon 66.2E, about 880km WSW of Goa. Likely to move nearly northwards and intensify into VSCS during next 12 hrs. pic.twitter.com/6rsdoPWQPu
— India Meteorological Department (@Indiametdept) June 7, 2023
આ સાથે જ આઈએમડીનું કહેવું છે કે ચક્રવાત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠા વિસ્તારોથી દૂર જઈ રહ્યું છે પરંતુ કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તથા આ ચક્રવાતનું લેન્ડફોલ પાકિસ્તાનમાં થવાની સંભાવના છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડુંની તા 10, 11ના રોજ પવનની ચક્રાકાર ગતિ 150થી 170 કિમી સુધી પહોંચશે જે પ્રચંડ શક્તિશાળી હોય છે. ત્યારે હવામાન શાસ્ત્રની ભાષામાં તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. વાવાઝોડું ગુજરાતના કચ્છથી મહારાષ્ટ્ર થઈને કર્ણાટક, દક્ષિણ ભારત સુધીના દરિયામાં અસર કરે તેવી શક્યતા છે. શક્તિશાળી ચક્રવાતની દિશા બદલાતી રહે છે. જો તે જરાક પૂર્વ દિશામાં વળે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વ્યાપક અસર થાય તેવી શક્યતા છે. ખાસ કરીને તાં 13ની આસપાસ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો નજીક વાવાઝોડું આવી પહોંચે તેવી શક્યતા છે.
બીજીજ બાજુ ગુજરાતમાં કાલે નૈઋત્યના પવનો પણ શરૂ થયા છે. 9 અને 10 તારીખે ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર સહિત જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે