Biparjoy cyclone: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, 44 તાલુકામાં પડ્યો વરસાદ

biporjoy contdown: અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે અને તેની સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠે  અસર થવાની સંભાવના  આગાહી તેમજ ભારે વરસાદની પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હાલ દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે પોરબંદરમાં નવ નંબરનું સિગ્નલ લાગ્યું છે.

Biparjoy cyclone: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, 44 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદઃ સમુદ્રી ચક્રવાત બિપરજોય (Biporjoy) વિકરાળ થઈને ગુજરાતના સમુદ્રી વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન  વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્રી વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોય ખુબ ખતરનાક ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે અને આવનારા દિવસોમાં ગુજરાત અને પાકિસ્તાનને પ્રભાવિત કરી શકે છે. આઈએમડીના અધિકારીઓ અનુસાર તોફાન બુધવારે સવાર સુધી ઉત્તર તરફ વધવાની સંભાવના છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. આજે બપોરે 2થી સાંજે 4 વાગ્યા સુધી એટલે કે માત્ર બે કલાકમાં 44 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 

વાવાઝોડાની અસર શરૂ
ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. સમુદ્રમાં હાઈ ટાઈડ જોવા મળી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આજે બપોરે 2 કલાકથી 4 કલાક સુધી બે કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળ અને સાપુતારામાં બે-બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો જૂનાગઢના માળિયા હાટિનામાં દોઢ ઈંચ, જૂનાગઢના કેશોદમાં એક ઈનિંચ, માંગરોળમાં એક ઈંચ, વંથલી,  મેંદરડા,જૂનાગઢ શહેરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. તો રાજ્યમાં અન્ય જગ્યાએ છુટોછવાયો વરસાદ થયો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

રાજ્યમાં વરસાદની આગાહી
 ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 320 કિલોમીટર દૂર છે. જેથી દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 12, 13, 14, 15, 16 અને 17 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 15 જૂને વાવાઝોડું ટકરાયા બાદ 16 તારીખ સુધી વરસાદ રહેશે. જુઓ કયા દિવસોમાં ક્યા ક્યા વરસાદ પડશે.

લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ચક્રવાતી તોફાન બિપરજોય (Biporjoy)ની ગંભીર ચેતવણી બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું આવી શકે છે. તેને ધ્યાનમાં રાખતા તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે. દ્વારકામાં અત્યાર સુધી 1300 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. 

કચ્છથી 400 કિલોમીટર દૂર
બુલેટિનમાં કહેવામાં આવ્યું કે બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે. તો દ્વારકાથી 430, નલીયાથી 430, કરાચીની દક્ષિણેથી 590 કિમો દૂર છે. 14 જૂને સવાર સુધી વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને જખૌ પોર્ટને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે અને મહત્તમ સતત પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news