'આશાબેનની સ્થિતિ અતિ ગંભીર, ડોક્ટરો પુરતો પ્રયત્ન કરી રહ્યા છે'
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, પ્રદીપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલની મુલાકાતે ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ (Ashaben Patel)ને ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક બની હતી. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપનાં ધારાસભ્ય આશાબેનની તબિયત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, પ્રદીપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલની મુલાકાતે ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે અતિ ગંભીર સ્થિતિ છે. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે. ડોક્ટરો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ઝાયડસ હોસ્પિટલમાં ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલના સ્વાસ્થ્ય વિશે જાણવા મળ્યું છે કે તેમની તબિયતમાં થોડો સુધારો જણાઈ રહ્યો હતો. પરંતુ 10 વાગ્યા પછી તેમની તબિયત ગંભીર બની રહી છે. આશાબેન પટેલના શરીરના અંગો રિસ્પોન્ડ કરી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે MLA આશાબહેન પટેલની તબિયતમાં આંશિક સુધારો થયો છે. આશાબહેન પટેલના પ્લેટલેટમાં પણ સુધારો થઈ રહ્યો છે. બ્લડના પ્લેટલેટ 7 હજારથી વધી 30 હજારે પહોંચ્યા હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. આશા બહેનનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવી રહ્યુ છે. પરંતુ પાટિલનું નિવેદન ચિંતાજનક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયા બાદ લીવર ડેમેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. રવિવારે તેમની સ્થિતિ વધારે નાજુક થતાં વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિત નેતાઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા.
આશાબેનને મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોર એટલે કે શરીરનાં અવયવો સારી રીતે કામ નહીં કરતાં હોવાની માહિતી ડોક્ટરે આપી હતી. આશાબેનની તબિયત કથળતાં લોકોમાં ચિંતાનો માહોલ બન્યો હતો, પરંતુ આજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં રાહતના સમાચાર આવ્યા છે. આશાબેનની તબિયત સારી હોવાનો દાવો ભાજપના અનેક નેતાઓ જણાવી રહ્યા છે. આશાબેનને હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે પણ સારવારની અસર વર્તાઈ રહી છે.
નોંધનિય છે કે, દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે