શાઈસ્તા-બ્રિજેશની દર્દનાક લવસ્ટોરીમાં મોટો વળાંક, યુવતીના મોત અંગે PM રિપોર્ટમાં મોટો ધડાકો

નવસારી કિશોરી શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીનો મૃતદેહને પીએમ અર્થ ખસેડી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પીએમ રિપોર્ટમાં કોલોજ્પ અડેટ થઈ હોવાનું સામે આવ્યું છે.

શાઈસ્તા-બ્રિજેશની દર્દનાક લવસ્ટોરીમાં મોટો વળાંક, યુવતીના મોત અંગે PM રિપોર્ટમાં મોટો ધડાકો

ધવલ પરીખ/નવસારી:નવસારીમાં કિશોરીના શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે. કિશોરીએ ઘરે ફાંસો  ખાઈ આપઘાત કર્યો હોવાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. 

નવસારી કિશોરી શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીનો મૃતદેહને પીએમ અર્થ ખસેડી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પીએમ રિપોર્ટમાં કોલોજ્પ અડેટ થઈ હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં કિશોરીના મૂર્તદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. પોલીસે પ્રાંત અધિકારીની હાજરીમાં કલથાણના કબ્રસ્તાનમાંથી મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કિશોરીના પ્રેમીએ પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો હતો. 

આ બાબતે નવસારી જલાલપુરના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.આહીરે જણાવ્યું કે, આ ઘટનામાં જે રીતે પરિવાર દ્વારા કિશોરીની દફનાવવામાં આવી હતી જેને લઈને કિશોરીના પ્રેમીએ પરિવાર ઉપર આક્ષેપો કર્યા હતા જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ફોરેન્સિક માટે લાવવામાં આવ્યો છે. અને પીએમ ફોરેન્સિક રિપોર્ટ આપ્યા બાદ જ આગળની સાચી હકીકત બહાર આવી શકશે.

વધુમાં જણાવ્યું હતું કે, સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારા મરજીથી આપઘાત કરી રહી છું. એમાં મારાં મમ્મી પપ્પા કોઈનો દોષ નથી. તેમ છતાં પ્રેમી દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અનુંસંધાને અમારા દ્વારા એક્સિટીવ મેજિસ્ટ્રેટ અને એસડીએમના હાજરીમાં મૃતદેહને બહાર લાવામાં આવ્યો હતો. અને કિશોરીનો મૃતદેહ 21 થી 25 તારીખ સુધી કબરમાં હતી. જેથી ચામડીઓ બગડી ગઈ હતી. કિશોરીના મામાના ગામમાં આવેલ કબ્રસ્તાનમાં તેને દફનાવામાં આવી હતી. અને તે કબ્રસ્તાનના મલિક પણ કિશોરીના મામા જ હતા. આ પહેલા કિશોરીને અબ્રામામાં દફનાવા માટે ગયા હતા, પરંતુ ત્યાં ના પાડી દેવામાં આવી હતી. 

No description available.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે રહેતા હિન્દુ યુવક અને જલાલપોરની વિધર્મી યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પ્રેમ યુવતીના પરિવારને મંજૂર ના હોવાથી તેઓએ તેને મારી નાંખીને દફનાવી દીધી હોવાની આશંકા પ્રેમી યુવકે સુરત રેન્જ આઇ.જી. સહિત જિલ્લા પોલીસવડાને સમક્ષ વ્યક્ત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિધર્મી યુવતી સાહિસ્તા જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહીને અભ્યાસ કરતી હતી. નવસારી જિલ્લાના ખેરગામનો બ્રિજેશ બચુ પટેલ જેઓ આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો. તે સમય દરમિયાન કિશોરી અને બ્રિજેશ બંનેની મિત્રતા થઈ હતી અને આ મિત્રતા દિવસો જતા પ્રેમમાં પરિણમી હતી. 

સમાજ અને ધર્મ અલગ હોવાના કારણે કિશોરીના પરિવારને પ્રેમી પસંદ નહોતો
ગત 20 એપ્રિલના રોજ બ્રિજેશનો બર્થ ડે હોવાથી તેને સરપ્રાઇઝ આપવા સાહિસ્તા તેને મળવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ તે બ્રિજેશને મળે તે પહેલાં જ કિશોરીના પરિવાર જનો કુટુંબીજનો સાહિસ્તાને શોધવા માટે યુવકના ઘરે પોહ્ચ્યા હતા. ત્યાં સાહિસ્તા અંગે પૂછપરછ આદરીને હાજર કરવા માટે જણાવ્યું હતું. પરિવારજનોએ શોધખોળ કરતા વલસાડ ડેપો પરથી તેને લઈ ગયા હતા. 

પરંતુ 23 એપ્રિલની સાંજે બ્રિજેશના મિત્રએ સાહિસ્તાને કુટુંબીજનોએ મારી નાંખીને દફનાવી દીધી હોવાની માહિતી મળતા જ તેને આ અંગે સુરત રેન્જ આઇ.જી. નવસારી જિલ્લા અરજી કરી હતી. તેના પગલે રાતે નવસારીના પ્રાંત અધિકારીની નિગરાની હેઠળ સાહિસ્તાની લાશ કબરમાંથી કાઢીને આજરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે લઈ આવામાં આવ્યો છે. પેનલ પીએમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news