રિવરફ્રન્ટ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો; પૈસા બાબતે મિત્રની હત્યા, પોલીસના ડરથી ગોળી મારી આત્મહત્યા કરી

Ahmedabad Riverfront Murder Case : અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય પિકનિક સ્પોટ એવા સાબરમતિ રિવરફ્રન્ટ ફાયરિંગથી ધણધણી ઉઠ્યો હતો. રિવરફ્રન્ટમાં ગોળી મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. ફાયરીંગ વીથ મર્ડરની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

રિવરફ્રન્ટ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો; પૈસા બાબતે મિત્રની હત્યા, પોલીસના ડરથી ગોળી મારી આત્મહત્યા કરી

ઉદય રંજન/અમદાવાદ: વિરમગામ સોકલી પાસેથી અર્થ બળેલ હાલતમાં મળી આવેલા મૃતદેહ બાદ રિવરફ્રન્ટ ખાતે ફાયરીંગના બનાવવામાં સામ્યતા જોવા મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતાં બંને ગુનાનો ભેદ ઉકેલાયો છે, અને ગણતરીના કલાકોમાં એક હત્યાના અને બીજી આત્મહત્યા કેસની મિસ્ટ્રી ઉકેલાઇ છે. હત્યા અને આત્મહત્યા પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું કારણ સામે આવ્યું છે. જોકે હાલ હત્યા બાદ આરોપી મિત્રની ધરપકડ બાદ  હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. 

હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસ કસ્ટડીમાં ઉભેલો આરોપી યસ રાઠોડ છે. જે વિરમગામ માં થયેલી રવિન્દ્ર લુહાર હત્યા બાદ અમદાવાદના રિવરફ્રન્ટમાં બનેલા સ્મિત ગોહિલ મોતના બનાવનો ભેદ ઉકેલાયો છે. આ બન્ને બનાવમાં આરોપી અને હકીકતનો સાક્ષી પણ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી યશ રાઠોડને પકડી લઈ પૂછપરછ કરતા હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. 

No description available.

રવીન્દ્રનું કાસળ કાઢી નાખવા બનાવ્યો હત્યાનો પ્લાન 
જો બનાવની હકીકત જાણીએ તો તાજેતરમાં જ વિરમગામ સોકલી ગામની સીમમાંથી અર્ધ બળેલી હાલતમાં મળી આવેલા મૃતદેહમાં રવિન્દ્ર લુહાર નામના વ્યક્તિની હત્યા તેના જ મિત્ર સ્મિથ ગોહિલ અને પકડાયેલા આરોપી યશ રાઠોડ દ્વારા કરવામાં આવી હોવાનું ખુલાસો પણ થયો. એટલું જ નહીં સોકલી નર્મદા કેનાલ નજીકથી મળી આવેલા રવિન્દ્ર લુહારના મૃતદેહને પેટ્રોલથી સળગાવી દેવાનો પ્લાન સ્મિત ગોહિલ અને યશ રાઠોડનો હોવાનું ખુલ્યું છે. આમ તો ત્રણેય મિત્રો હતા પરંતુ અગાઉ સ્મિતે રવિન્દ્ર પાસેથી ₹2 લાખ ઉછીના લીધા હતા જેની રવિન્દ્ર કડક ઉઘરાણી કરતા સ્મિત અને તેના મિત્રએ રવીન્દ્રનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાન બનાવ્યો. જે હત્યા કરવા માટે મધ્યપ્રદેશના ભીંડમાંથી દેશી બનાવટની પિસ્તોલ પણ ખરીદી હતી. 

માથાના ભાગે રવિન્દ્રને ગોળી મારી હત્યા
બાદમાં જોધપુર ગામ પાસેથી i20 કાર ભાડે લઈ રવિન્દ્ર લુહારને હાંસલપુર ખાતે પૈસા આપવાનું કહીને બોલાવ્યો હતો. જ્યાં રવિન્દ્ર લુહાર કારમાં આવતા સ્મિત ગોહિલ અને યશ રાઠોડ સોકલી નજીક નર્મદા કેનાલ પાસે લઈ જઈ લઘુ શંકા કરવાના બહાને ખુલ્લી જગ્યામાં કાર ઉભી રાખી પ્લાનિંગ મુજબ માથાના ભાગે રવિન્દ્રને ગોળી મારી હતી. પરંતુ રવિન્દ્ર સ્થળ ઉપર જીવતો હોવાથી યસ રાઠોડ એ અને સ્મિતે તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે રવિન્દ્રની ઓળખ ન થાય તે માટે સ્મિત અને યસ અગાઉથી કરેલા પ્લાનિંગ મુજબ પેટ્રોલથી મૃતદેહને સળગાવી અમદાવાદ નાસી છૂટ્યા હતા.

રિવરફ્રન્ટ પર હથિયારથી ગોળી મારી આત્મહત્યા કરી
મહત્વનું છે કે આરોપી યશ રાઠોડની ધરપકડ બાદ પ્રાથમિક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે વિરમગામ પાસે રવિન્દ્રની હત્યા કરી સ્મિત અને યશ રાઠોડ ભાગી આવ્યા હતા. પરંતુ તે હત્યા કેસમાં નામ ન ખુલે તે માટે મૃતકના પરિવારજનો સાથે સીસીટીવી ફૂટેજ જોવા માટે પણ સ્મિથ સાથે રહેતો. પણ એકાદ ફૂટેજમાં સ્મિત હોવાની આશંકાને પગલે પોતે આરોપી બનશે માટે હથિયાર સ્મિત લઈ ગયો અને રિવરફ્રન્ટ પર આવી પોતે જ હથિયારથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં સ્મિતે તેની મહિલા મિત્રને પણ whatsapp થી આ બાબતે જાણ કરી હોવાના પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યા હતા. 

No description available.

50 હજાર ઉછીના લીધા હોવાથી હત્યા કરવાનો પ્લાનિંગ
જોકે સ્મિતની આત્મહત્યા પહેલા પણ મુકેશ ઠાકોર નામના વ્યક્તિ પાસેથી સ્મિત્તે ₹50 હજાર ઉછીના લીધા હોવાથી તેની પણ હત્યા કરવાનો પ્લાનિંગ કર્યો હતો. પરંતુ તે પહેલા જ આ સીસીટીવીમાં સ્મિત દેખાઈ જતા પોતે ભાંગી પડ્યો અને રિવરફ્રન્ટ પર ગોળી મારી પોતે જ આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલીસે નજીક નદીમાંથી ગુનામાં વપરાયેલી હથિયાર અને કાર કબજે કરી છે.

આખો ભાંડો ફૂટી ગયો
ક્રાઇમ બ્રાંચની તપાસ માં સામે આવ્યું છે કે યશ રાઠોડ અન્ય મુકેશ ઠાકોર નામના યુવક પાસેથી પણ એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા એ પૈસા પરત ન દેવા પડે એ માટેથી મુકેશ ઠાકોરની પણ હત્યા કરી નાખવાના હતા પણ એ પહેલા જ સ્મિત ગોહિલ એ આત્મહત્યા કરી લીધા આખો ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો રવિન્દ્રની હત્યા અને સ્મિતની ગોળી મારી આત્મહત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પરંતુ આ ગંભીર બનાવને પગલે વધુ તપાસ માટે આરોપી યશ રાઠોડને વિરમગામ રૂરલ પોલીસને સોંપવામાં આવશે. જોકે આરોપીની પૂછપરછ દરમિયાન આ કેસમાં શું નવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news