પૂરના તાંડવ વચ્ચે વડોદરા માટે રાહતના સમાચાર! ઓસર્યા વિશ્વામિત્રીના પાણી, પણ લોકોમાં ખુશીને બદલે ગમનો માહોલ

Vadodara Floods : વડોદરા માટે રાહતના સમાચાર... વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં થયો ઘટાડો... વિશ્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટે પહોંચી.... અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરી જતાં સ્થાનિકોને રાહત
 

પૂરના તાંડવ વચ્ચે વડોદરા માટે રાહતના સમાચાર! ઓસર્યા વિશ્વામિત્રીના પાણી, પણ લોકોમાં ખુશીને બદલે ગમનો માહોલ

Gujarat Floods : વડોદરામાં 3 દિવસ થયા છતાં હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી. ઘર, દુકાન, રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં થોડો ઘટાડો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી 35.35 ફૂટથી ઘટીને 32.50 ફૂટ થઈ છે. અનેક વિસ્તારોમાંથી રાત્રિ દરમ્યાન પાણી ઓસર્યા. વુડા સર્કલ, ફતેગંજ , સયાજીગંજ સહિતના વિસ્તારોમાં કાલની સરખામણીએ સ્થિતિ સુધરી છે. પાણી ઉતારતા ખુશી પણ તે બાદના દ્રશ્યોને લઈને ગમનો માહોલ સર્જાયો છે. પાણી ઓસર્યા બાદ નુકશાનીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ. વુડા સર્કલ નજીક મિલિટરી સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ છે. નદીથી ગણતરીના ફૂટે આવેલા સૈન્ય મથકની વિશાળ દિવાલ તૂટી ગઈ છે. વડોદરા પાણી ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી મદદ કરવાની શરૂઆત કરવામાં આવી. હરણી વિસ્તાર હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી. સવારથી હરણી વિસ્તારના ફ્લેટ પર પાણી અને ખોરાક આપવામાં આવ્યા. 

પૂરના સંકટ વચ્ચે લોકો મદદે આવ્યા
વડોદરામાં પૂર સમયે સામાજિક સંસ્થાઓ અને યુવાનો વ્હારે આવ્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ટ્રેક્ટર લઈને પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યાઁ છે. ખાનપુર ગામમાં રહેતા પ્રિતેશ પટેલ અને તેમની યુવાનોની ટીમે સયાજી હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપ્યું. 10 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કાપી સયાજી હોસ્પિટલ ભોજન લઈને તેમની ટીમ મદદે પહોંચી હતી. સર્જિકલ વોર્ડમાં દાખલ 350 દર્દીઓને ભોજન ખવડાવ્યુ. પૂરમાં ફસાયેલા લોકોને એક સ્થળેથી બીજા સલામત સ્થળે પણ ખસેડ્યા. તો ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા પાણીમાં ફસાયેલા અંદાજે ૫૦ સ્થાનિકોનું બોટ દ્વારા સલામત રેસ્કયુ કરાયું. વડોદરાના કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજીગંજ ખાતે રેસ્ક્યૂ કરાયા. સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા.

વૃદ્ધ માટે સ્થાનિક યુવકોએ મોટું કામ કર્યું
શહેરના કમાટીપૂરા વિસ્તારમાં આવેલ તાજ બુરહાની બિલ્ડિંગમાં રહેતા એક વૃદ્ધ અચાનક પડી ગયા હતા. તેમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ સાથે ફ્રેકચર થતા તમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોને તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા છેવટે સ્થાનિક યુવકોએ જાતે જ આ દર્દીને 12 ફૂટ પાણીમાંથી રેસ્ક્યુ કરવાનો નિર્ણય કર્યો હતો. 

ફતેગંજ વિસ્તારમાં આવેલ મેરાજ રેસીડેન્સી તથા આસપાસના યુવકો આ રેસક્યુ કરવા એકઠા થઈ ગયા હતા. વિસ્તારના અગ્રણી તાહેરભાઈ જાબુઆવાલા, સહિત વિસ્તારના 5 જેટલા તરવૈયાઓ મેરાજ રેસીડેન્સીથી દોરડું બાંધી સાથે લઈ 12 ફૂટ જેટલા ઊંડા વહેણ સાથેના પાણીમાં કૂદકો લગાવી તરીને એક તરાપો સાથે લઈ તાજ બુરહાની બિલ્ડિંગ સુધી પહોંચ્યા હતા. પાણી ઊંડું અને વહેણ સાથે હોય દર્દીને બહાર કાઢવા ઘણું મુશ્કેલ હતું. તરવૈયાઓ પહોચી દર્દીને તરાપામાં મૂકી દીધા વડે બાંધી પાણીમાંથી બહાર કાઢવા રેસક્યુ શરૂ કર્યું હતું. 

એક તબક્કે પાણીના વહેણમાં તરવૈયાઓ પણ ખેંચાવા લાગતા બૂમાબૂમ થઈ હતી. પરંતુ અન્ય તરવૈયાઓ દ્વારા પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી અને એક તરવૈયાની ડૂબતા બચાવી લીધો હતો. દોરડાની મદદથી દર્દી સાથેના તરાપાને ફતેગંજ સદર બજાર સુધી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તાત્કાલિક તેમને યુવકો દ્વારા ગાડીમાં નાખી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

તાહેરભાઈ જાબુઆવાલા અને તેમની સાથેના વિસ્તારના હિન્દુ મુસ્લિમ તરવૈયાઓએ દિલ ધડક રેસ્કયું પાર પાડતા તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે યુવકોને માનવતાભરી કામગીરીને બિરદાવી હતી. આ સમયે સમીરખાન પઠાણ, ઝમિરખાન, નઝર મોહમ્મદ શેલિયા સહિતના યુવાનો એ ઉત્તમ કામગીરી બતાવી આ રેસ્કયુને પાર પાડવામાં મદદ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news