ગૃહિણીઓ સાવધાન! જામનગર સહિત જુદા જુદા જિલ્લામાં 600 મહિલાઓ સાથે મોટી છેતરપિંડી

Jamnagar News: લઘુઉધોગથી ઘર બેઠા કામ કરી પૈસા કમાવાની જાહેરાત આપી છેતરપિંડી આચરી, 600 જેટલી ગૃહીણીઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો 

ગૃહિણીઓ સાવધાન! જામનગર સહિત જુદા જુદા જિલ્લામાં 600 મહિલાઓ સાથે મોટી છેતરપિંડી

મુસ્તાક દલ/જામનગર: જામનગર આઝાદ ફાઉન્ડેશન એનજીઓ દ્વારા લઘુઉધોગથી ઘર બેઠા કામ કરી પૈસા કમાવાની વાત કરી કાચામાલ તથા જરૂરી સાધનો પુરા પાડવાની લાલચ આપી જુદા જુદા જિલ્લાની 600 જેટલી ગૃહિણીઓ સાથે છેતરપિંડી કરનાર અને જામનગર સીટી-સીના ગુનામાં સજા પડેલ કોર્ટમાં ગેરહાજર રહેતા કન્વીકટેડ આરોપી મનસુખ જનકાટને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવા મામલે જામનગર ડીવાયએસપી વિગતો આપી હતી.

સોશિયલ મીડિયા દ્વારા લધુ ઉધોગ/કુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરી પૈસા કમાઓ ની જાહેરાત આપી ફેક NGO નામે છેતરપીંડી જેવા ગુના અટકાવવા તેમજ આવા ગુના કરતા ઈસમોને પકડી પાડવા જામનગર સાયબર ક્રાઇમ પોલીસે વિશેષ ટીમ બનાવી જામનગરના એક ફરીયાદીની ફરિયાદના આધારે લધુ ઉધોગ તથા કુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરી પૈસા કમાઓની ફેશબુક જાહેરાત જોઈ સંપર્કમાં આવેલ અને દર મહીને 25,000/- થી 30,000/- પગાર મળશે તેવું જણાવ્યું હતું. 

આગળ જતા તમો ડાયરેક્ટ સંસ્થા સાથે કામ કરી શકશો જેવી લાલચ આપી જિલ્લા દીઠ મહિલાઓનુ ગૃપ બનાવી જેમાં તેઓને સિવણની તથા ધુપ અગરબત્તી તથા ઓર્ગેનિક સાબુ બનાવવાની તથા બ્યુટી પાર્લરની તાલિમ આપવાની તથા ગૃહ ઉદ્યોગમાટે કાચો માલ તથા જરૂરી સાધનો પુરા પાડવાની લાલચ આપવામાં આવી હતી. 

ગૃપ વધારતા જવાનું અને સંસ્થામાં જોડાવવા માટે એક વ્યકિતના મેમ્બરશીપના નામે પાંચસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાનુ જણાવી જામનગર, પોરબંદર, દેવભૂમી દ્રારકા, મોરબી તથા રાજકોટ જિલ્લાના કુલ-11 ગૃપના કુલ 600થી વધારે મહિલાઓને જોડી કુલ રૂ.03,11,500/- થી વધારે ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી પડાવી લેનાર શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news