Vakri Shani: શનિની ઉલ્ટી ચાલથી બનશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય ચમકશે

Kendra Trikona Raj Yoga: ન્યાયના દેવતા અને કર્મના ફળદાતા શનિ દેવ વૈદિક જ્યોતિષમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. તેઓ ખુબ ધીમી ગતિએ ચાલે છે. આ જ કારણ છે કે એક રાશિમાંથી બીજી  રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. શનિ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. આ રાશિમાં 17 જૂન 2023ના રોજ રાતે 10.48 વાગે વક્રી થશે.

Vakri Shani: શનિની ઉલ્ટી ચાલથી બનશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય ચમકશે

Kendra Trikona Raj Yoga: ન્યાયના દેવતા અને કર્મના ફળદાતા શનિ દેવ વૈદિક જ્યોતિષમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. તેઓ ખુબ ધીમી ગતિએ ચાલે છે. આ જ કારણ છે કે એક રાશિમાંથી બીજી  રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. શનિ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. આ રાશિમાં 17 જૂન 2023ના રોજ રાતે 10.48 વાગે વક્રી થશે. શનિ વક્રી થતા જ ઉલ્ટી ચાલ ચાલવા લાગે છે. જો કે તેમના વક્રી થવાથી કેટલીક રાશિવાળા પર નકારાત્મક અસર પડી શકે છે. જ્યારે ખુશીની વાત એ છે કે તેમની આ ઉલ્ટી ચાલ કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને શુભ માનવામાં આવે છે. જેનો પ્રભાવ 3 રાશિઓ પર થઈ રહ્યો છે. આવામાં આ રાશિઓનું ભાગ્ય પલટાઈ જશે. 

તુલા
વક્ર રાશિથી બનતા કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તુલા રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન ઘરનું સપનું પૂરું થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની તકો બની રહી છે. પરિવાર સાથે સમય વિતાવી શકશો. જે પરેશાનીથી જીવનમાં ખુબ હેરાન  થતા હતા તેનાથી છૂટકારો મળશે. 

સિંહ
શનિ વક્રી  થઈને સિંહ રાશિવાળા માટે  ખુશીઓ લાવશે. જો કે આ રાશિવાળાને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો ફાયદો તો નહીં મળે પરંતુ શનિ આ રાશિના જાતકોની કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હશે. જેના કારણે આ લોકોને ખુબ ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. રોકાણ માટે સારો સમય છે. લાભની તકો છે. 

વૃષભ
કેન્દર ત્રિકોણ રાજયોગ વૃષભ રાશિવાળા માટે ખુશખબરીવાળા સમાચાર લાવશે. આ દરમિાયન આ રાશિના જાતકોની અનેક ઈચ્છાઓ પૂરી થશે. જે લોકો સરકારી નોકરીની શોધમાં હતાં તેમને આ તક હાથ લાગી શકે છે. આ દરમિાયન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો બનશે. નવી નોકરીના યોગ બનશે. જેમાં મોટું પેકેજ મળી શકે છે. કારોબારીઓ માટે પણ ઉત્તમ સમય રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news