ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયા ધડાધડ મોટા નિર્ણય, જીતુ વાઘાણીએ આપી માહિતી

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી કે, 18 થી 59 વર્ષના લોકોએ કોરોનાનો બીજો ડોઝ લઈ લીધો છે, તેમના માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે.

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયા ધડાધડ મોટા નિર્ણય, જીતુ વાઘાણીએ આપી માહિતી

ઝી બ્યુરો/ગાંધીનગર: આજે ભારે વરસાદ અને કોરોનાની વકરતી સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ધડાધડ મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી કે, 18 થી 59 વર્ષના લોકોએ કોરોનાનો બીજો ડોઝ લઈ લીધો છે, તેમના માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. આ બુસ્ટર ડોઝ 15 જુલાઇથી આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસ સુધી ચાલશે. કુલ 3.50 કરોડની વધુ લાભાર્થીઓને આ કોરોના રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. તેના પાછળ સરકારને 700 કરોડનો ખર્ચ થશે તેની પણ જોગવાઇ કરવામાં આવી છે.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 156 નગરપાલિકામાં 17.10 કરોડની સહાય માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં માનવ ક્ષતિના કારણે કોઈ નુકસાન ન થાય એ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્ર ને સૂચના આપવામાં આવી છે. અન્ય માહિતીમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રોન પાઇલટ માટે કૌશલ્ય સ્કીલ યુનિમાં તાલીમ અપાશે. કેન્દ્ર સરકારે આ માટેની મંજૂરી આપી છે. સ્ટાર્ટ અપ યુનિ. બાદ તમામ ITI માં તાલીમ અપાશે.

રાજ્ય સરકારે ખેડૂતલક્ષી લીધેલા એક નિર્ણયની માહિતી આપતા વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news