સરકારી નોકરીઓમાં આ વર્ગ માટે લેવાયો મોટો નિર્ણય, નિવૃતિના એક વર્ષ પહેલા કરવાનું રહેશે આ કામ!

પુર્વ સૈનિકો હવે નિવૃતિના એક વર્ષ પહેલાથી સરકારી ભરતી માટે અરજી કરી શકાશે. જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત થવાના હશે તેમને આ લાભ મળશે. ઓજસ પોર્ટલ પર 'Due તો retire in one year' ઓપશન રાખવાનો રહેશે. 

સરકારી નોકરીઓમાં આ વર્ગ માટે લેવાયો મોટો નિર્ણય, નિવૃતિના એક વર્ષ પહેલા કરવાનું રહેશે આ કામ!

ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી નોકરીમાં પુર્વ સૈનિકોને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા...પુર્વ સૈનિકો હવે નિવૃતિના એક વર્ષ પહેલાથી સરકારી ભરતી માટે અરજી કરી શકાશે. જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત થવાના હશે તેમને આ લાભ મળશે. ઓજસ પોર્ટલ પર 'Due તો retire in one year' ઓપશન રાખવાનો રહેશે. 

No description available.

ભારત સરકારના ધી એક્સ સર્વિસમેન રુલ 1979 અન્વયે માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તેવા માજી સૈનિક એક વર્ષ પહેલાં સીધી ભરતીમાં ઉમેદવારી કરવા તેમજ તેવા માજી સૈનિકોને એક્સ સર્વિસમેન તરીકે મળવાપાત્ર છુટછાટ અંગેની સ્પષ્ટાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

May be an image of 5 people and text that says "ZEERY કલાક 25/01 2024 સરકારી નોકરીમાં પૂર્વ સૈનિકો અંગે મહત્વનો નિર્ણય નિવૃત્તિના વર્ષ પહેલાં સરકારી ભરતી માટે કરી શકાશે અરજી જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત્ત થવાના હશે તેમને મળશે લાભ ZEERY કલાક ઓજસ પોર્ટલ પર 'Due To Retire In One Year' ઓપશન રાખવાનો રહેશે"

No description available.

ઓજસ પોર્ટલ પર કરી શકાશે અરજી
ઓજસ પોર્ટલ પર કે અન્ય માધ્યમથી પ્રસિદ્ધ થતી જાહેરાતમાં પૂર્વ સૈનિકોની ઉમેદવારી સંબંધે 'Due તો retire in one year' વિકલ્પ રાખવાનો રહેશે. તેમજ પૂર્વ સૈનિકે પોતાની નિવૃતિની તારીખ દર્શાવવાની રહેશે. સંબંધિત પસંદ થયેલ ઉમેદવારે આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયનની છેલ્લા વર્ષની બાકી રહેલ સેવા-શરતો પરિપૂર્ણ થયા બાદ સંબંધિત નવી સેવામાં હાજર થવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news