ગુજરાતમાંથી ઓલવાય છે AAP! MLA ભાયાણીના રાજીનામાં બાદ વધુ એક મોટી વિકેટ પડવાની તૈયારી
ગુજરાતની રાજનીતિમાં હાલ હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું બાદ આપમાંથી પડી શકે છે વધુ એક મોટી વિકેટ....જાણો વિગતવાર...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વિસાદવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું. સાથે જ તેમણે આમ આદમી માંથી પણ રાજીનામું આપ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં તેઓ ભાજપ જોડાશે તેવી પણ સ્પષ્ટતા કરી. આ સાથે જ આવ્યા વધુ એક મોટા સમાચાર... આપમાં પડી શકે છે વધુ એક વિકેટ. ગારિયાધરના આપના ધારાસભ્ય પણ પક્ષથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આપી શકે છે રાજીનામું. હાલ આ સમાચારો વહેતા થયા છે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં પાંચ ધારાસભ્યો હતા. જેમાંથી આંકડો ચાર થઈ ગયો છે. હવે જો સુધીર વાઘાણી રાજીનામું આપશે તો આંકડો ઘટીને ત્રણ રહી જશે આમ આદમી પાસે.
કોણ છે ભૂપત ભાયાણી?
ગુજરાત વિધાનસભામાંથી હવે એક ધારાસભ્ય ઘટી જશે. જૂનાગઢની વિસાવદર બેઠકથી વર્ષ 2022માં વિધાનસભામાં ચૂંટાયા. મૂળ ભાજપના ગોત્રના છે ભૂપત ભાયાણી. વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. એકથી દોઢ વર્ષ આપ માં રહ્યાં બાદ મોહભંગ થયો. અગાઉના સીટિંગ એમએલએ હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા ભૂપત ભાયાણી. વર્ષો સુઘી ભાજપમાં જોડાયેલાં હતાં. તેમને તેમના વિસ્તારના 108 ગણવામાં આવતા હતા. તેમણે અગાઉના ધારાસભ્યને હરાવ્યા હતાં.
લોકો એમનો પક્ષ છોડીને કેમ ભાજપમાં આવે છે એ પાર્ટીઓએ વિચારવાની જરૂર છેઃ ડો.યજ્ઞેશ દવે, પ્રવક્તા, ભાજપ
156 સીટો ગુજરાતમાં ભાજપ પાસે છે, એટલે ભાજપને કોઈ પાર્ટીના ધારાસભ્ય તોડવાની કોઈ જરૂર નથી. જેમની પાસે માત્ર પાંચ ધારાસભ્યો છે, એમણે પોતાને વિચારવાની જરૂર છે. કેજરીવાલ અને ઈશુદાને વિચાર કરવાની જરૂર છે. દિલ્લીમાં પણ આપના ઘણાં ધારાસભ્યો જેલમાં છે. આમ આદમી પાર્ટી ક્રાઈમનો પર્યાય બની ગઈ છે. આ વખતે પણ ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ જીતશે.
હું રાષ્ટ્રવાદી માણસ છું, આમ આદમી પાર્ટી રાષ્ટ્રવાદી નથીઃ ભૂપત ભાયાણી
આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરની બેઠક પરથી ચૂંટાનાર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે રાજીનામું આપ્યું છે. ત્યારે જણાવ્યું છેકે, હું રાષ્ટ્રવાદી માણસ છું. રાષ્ટ્રના હિતમાં કામ કરવા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું. મારે જનતાના મારા વિસ્તારના લોકોના કામ કરવા છે. યોગ્ય સમયે યોગ્ય રાજકીય નિર્ણય લેવાશે. હું પહેલાં પણ ભાજપનો જ કાર્યકર હતો. આમ આદમી પાર્ટી રાષ્ટ્રવાદી નથી. ભાજપમાં જોડાશો કે નહીં તેવા સવાલનો જવાબ આપતા તેમણે સ્પષ્ટ કહ્યુંકે, હું તો પહેલાંથી જ ભાજપમાં જ છું.
ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીનું રાજીનામું સ્વીકારાયુંઃ
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યુંકે, વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મેં તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. તેમણે પોતાની સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું હોવાનું પણ જણાવ્યું છે.
'ભાજપને આમ આદમીથી ડર લાગે છે': ઈશુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યુંકે, ભાજપ તાનાશાહી ચલાવે છે. બળજબરીથી ભાજપ આપના ધારાસભ્યોને રાજીનામા અપાવે છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે. હવે બધા નકલી લોકો પકડાયા છે. 2027માં ગુજરાતમાંથી જનતા ભાજપને ભગાડશે એ નક્કી જ છે. ચૈતર વસાવા હોય કે સુધીર વાઘાણી હોય એ બધા અમારા મજબુત નેતા છે. કોઈ ભાજપમાં જોડાશે નહીં. ભૂપત ભાયાણીને ટિકિટ આપતી વખતે તેમને ઓળખવામાં આમ આદમી પાર્ટીએ ભૂલ કરી દીધી.
લોકો એમનો પક્ષ છોડીને કેમ ભાજપમાં આવે છે એ પાર્ટીઓએ વિચારવાની જરૂર છેઃ ડો.યજ્ઞેશ દવે, પ્રવક્તા, ભાજપ
156 સીટો ગુજરાતમાં ભાજપ પાસે છે, એટલે ભાજપને કોઈ પાર્ટીના ધારાસભ્ય તોડવાની કોઈ જરૂર નથી. જેમની પાસે માત્ર પાંચ ધારાસભ્યો છે, એમણે પોતાને વિચારવાની જરૂર છે. કેજરીવાલ અને ઈશુદાને વિચાર કરવાની જરૂર છે. દિલ્લીમાં પણ આપના ઘણાં ધારાસભ્યો જેલમાં છે. આમ આદમી પાર્ટી ક્રાઈમનો પર્યાય બની ગઈ છે. આ વખતે પણ ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ જીતશે.
રાજીનામું આપતા પહેલાં ભૂપત ભાયાણીએ AAP સાથે કોઈ વાત નથી કરીઃ અલ્પેશ કથીરિયા
આપના નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યુંકે, દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદી જ હોય છે. કારણ કંઈક બીજું હોઈ શકે રાજીનામાનું. ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે રાજીનામાં અંગે કોઈ વાત કરી નહોતી. કોઈ નેતાઓ તૂટે એટલે નુકસાન થતું હોય છે. પણ પાર્ટી ક્યાંય કોઈ તકલીફ હશે તો એ તકલીફો દૂર કરશે. ચૈતર વસાવા હજુ પણ ધારાભ્ય તો છે જ. આમ આદમી પાર્ટી પાસે હજુ પણ 4 ધારાસભ્યો છે ગુજરાતમાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે