આવી ગયું ધોરણ-12 સાયન્સનું પરિણામ, આ વોટ્સએપ નંબરથી તાત્કાલિક જાણો પરિણામ

Board Exam Result Declare : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે... પહેલીવાર વોટ્સએપ નંબરથી પરિણામ જાણવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે...વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું 65.58 ટકા પરિણામ આવ્યું

આવી ગયું ધોરણ-12 સાયન્સનું પરિણામ, આ વોટ્સએપ નંબરથી તાત્કાલિક જાણો પરિણામ

12th Science Result : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલે ધોરણ-12 નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડ વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. પહેલી વખત વ્હોટ્સએપ નંબર દ્વારા પરિણામ મેળવવાની સુવિધા ઉપબલ્ધ કરાવાઈ છે. વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ રિઝલ્ટ મેળવી શકે છે. જેના માટે બેઠક નંબર વોટ્સએપ કરવાથી પરિણામ મળી જશે. આ સાથે જ GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. WWW.GSEB.ORG પર પરિણામ જોઈ શકાશે. 1.26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ છે. 

આ વિશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, માર્ચ-૨૦૨૩ માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર થઈ ગયું છે. આ વિજ્ઞાન પ્રવાહની આ પરીક્ષામાં 73, 166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં મોરબી જિલ્લો રાજ્યમાં 83.22 ટકા સાથે આગળ છે. તો દાહોદના લીમખેડાનું સૌથું ઓછું 22 ટકા પરિણામ નોંધાયું છે.  

— Zee 24 Kalak (@Zee24Kalak) May 2, 2023

  • 65.58 % પરિણામ
  • ગત વર્ષ કરતા ઓછું પરિણામ
  • ગતવર્ષ 72.02 % પરિણામ હતું
  • A ગ્રૂપ નું 72.27 % 
  • B ગ્રૂપ નું 61. 71 % 
  • AB ગ્રૂપ 58.62 % 
  • 35 ગેરરિતી ના કેસ નોંધાયા
  • દાહોદ ના લીમખેડા 22% સૌથી ઓછું પરિણામ
  • સૌથી વધુ મોરબી જિલ્લાનું 83.22% પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું  કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(sent Number) ભરીને મેળવી શકશે. 

આ વોટ્સએપ નંબરથી મેળવો પરિણામ
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news