Watch: પહેલાં મારી સિક્સર પછી થયું મોત, ક્રિકેટ ગ્રાઉન્ડ પર આશ્વર્યજનક ઘટના, વીડિયો થયો વાયરલ

Mumbai Shocking Video Youth Cricketer Heart Attack:  રમતના મેદાન પર ઘણી ઘટનાઓ બનતી રહે છે જે લોકોને ચોંકાવી દે છે. ભારતના રમણ લાંબા અને ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યૂઝના મોત પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પર થયા હતા. હવે મુંબઇમાં એક એવી ઘટના થઇ છે જેણે બધાને આશ્વર્યચકીત કરી દીધા છે. 

Watch: પહેલાં મારી સિક્સર પછી થયું મોત, ક્રિકેટ ગ્રાઉન્ડ પર આશ્વર્યજનક ઘટના, વીડિયો થયો વાયરલ

Mumbai Shocking Video Youth Cricketer Heart Attack: રમતના મેદાન પર ઘણી ઘટનાઓ બનતી રહે છે જે લોકોને ચોંકાવી દે છે. ભારતના રમણ લાંબા અને ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યૂઝના મોત પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પર થયા હતા. હવે મુંબઇમાં એક એવી ઘટના થઇ છે જેણે બધાને આશ્વર્યચકીત કરી દીધા છે. જોકે આ વખતે ખેલાડી બોલ વાગવાથી મર્યો નથી, પરંતુ તેનું કારણ કંઇક અલગ જ છે. સોશિયલ મીડિયા પર હચમચાવી દેનાર વીડિયો વાયરલ થયો છે. 

હાર્ટ એટેકે લીધો ખેલાડીનો જીવ
મીડિયા રિપોર્ટ અનુસાર મુંબઇમાં એક ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીનું મોત હાર્ટ એટેકથી થયું છે. ખેલાડી સારી બેટીંગ કરી રહ્યો હતો અને લાંબા લાંબા શોટ લગાવી રહ્યો હતો. તે અચાનક સિક્સર ફટકાર્યા બાદ મેદાન પર ઢળી પડ્યો. જ્યાં સુધી તમામ ખેલાડી તેની પાસે પહોંચે ત્યાં સુધી તેનો જીવ જતો રહ્યો હતો. હાર્ટ એટેકને મોતનું કારણ ગણાવવામાં આવ્યું છે.  

સિક્સર માર્યા બાદ રમી શક્યો નહી બીજો બોલ
કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇ પાસે ઠાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાં આ ઘટના થઇ છે. વાયરલ વિડીયોમાં ગુલાબી જર્સી પહેરેલા યુવકે બેટીંગ દરમિયાન સારા શોટ ફટકાર્યા. સિક્સર ફટકાર્યા બાદ તે આગામી બોલને રમવા માટે તૈયાર થઇ રહ્યો હતો. અચાનકથી તે લથડિયા ખાવા લાગ્યો અને ત્યાં જ ઢળી પડ્યો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. બંને ટીમોના ખેલાડી અને એમ્પાયરોને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. 

Mumbai: Mira Road Tragedy: Cricketer Collapses and Dies During Local Match. (cause of the death has not been ascertained)pic.twitter.com/dpDKrRnn7j

— زماں (@Delhiite_) June 3, 2024

પોલીસે શરૂ કરી તપાસ
યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં તેનો જીવ જતો રહ્યો હતો. ડોક્ટરોએ ત્યાં પહોંચતા જ મૃત જાહેર કરી દીધો. કાશીગામ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મોતનું કારણ હજુ સુધી જણાવ્યું નથી પરંતુ લોકોનું માનવું છે કેનો જીવ હાર્ટ એટેકના લીધો ગયો છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર આ પ્રકારે મોત થવાની ઘટનાના વીડિયો વાયરલ થાય છે. ક્યારેક જીવમાં જીવ જતો રહે છે તો ક્યારે રસ્તા પર ચાલતા ચાલતા મોત થઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news