નતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતા

Natasa Stankovic Sister In Law pankhuri sharma:  ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક અને તેમની ભાભી પંખુડી શર્માની બોન્ડીંગ એકદમ ખાસ છે. બંને બહેનોની માફક રહે છે અને મોટાભાગે ઇંસ્ટાગ્રામ પર વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. તો ચાલો જાણીએ નતાશા સ્ટેનકોવિકની જેઠાણી પંખુડી શર્મા વિશે. 

નતાશા સ્ટેનકોવિકની જેઠાણી પંખુડી શર્મા

1/7
image

નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના તલાકની અફવા છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં છવાયેલા છે. જોકે નતાશા અને હાર્દિક બંનેમાંથી કોઇએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું નથી. આ દરમિયાન આવો મળીએ નતાશા સ્ટેનકોવિકની જેઠાણી પંખુડી શર્માને, જેની સાથે તેમનો સંબંધ બહેન જેવો છે. 

બહેનો જેવો છે નતાશા અને પંખુડીનો પ્રેમ

2/7
image

નતાશા સ્ટેનકોવિક અને પંખુડી શર્મા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર એકસાથે ફની વીડિયો અને ફોટો શેર કરે છે. આ તસવીરો અને વીડિયોમાં નતાશા અને પંખુડીનો બહેનો જેવો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

નતાશાની બહેન બની લગ્નમાં ચોર્યા જૂતા

3/7
image

પંખુડી શર્મા નતાશા સ્ટેનકોવિકને ફક્ત બહેન જ માનતી નથી, પરંતુ ફરજ પણ નિભાવે છે. ગત વર્ષે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન દરમિયાન પંખુડી શર્માએ અભિનેત્રીની બહેન બની પોતાના દિયરના જૂતા ચોર્યા હતા. 

ક્રિકેટર કૃણાલ પંડ્યાની છે પત્ની

4/7
image

પંખુડી શર્મા હાર્દિક પંડ્યાના મોટા ભાઇ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની છે. પંખુડી શર્મા એક મોડલ છે, પરંતુ લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. 

મોડેલિંગ, ઇવેન્ટ્સ અને સેલિબ્રિટી મેનેજમેન્ટનો અનુભવ

5/7
image

પંખુડી શર્માએ લગ્ન પહેલા ઘણા મોડલિંગ અસાઇનમેન્ટમાં કામ કર્યું છે. આ સિવાય તેને ઈવેન્ટ્સ અને સેલિબ્રિટી મેનેજમેન્ટનો પણ અનુભવ છે. લગ્ન પછી પણ પંખુડી શર્મા કેટલાક મોડલિંગ અસાઇનમેન્ટમાં કામ કરતી રહે છે. 

પંખુડી શર્મા છે ખૂબ જ સુંદર

6/7
image

સુંદરતાની વાત કરીએ તો પંખુડી શર્મા આ બાબતમાં તેની ભાભી નતાશા સ્ટેનકોવિકથી ઓછી નથી. આનો પુરાવો પંખુડી શર્માનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જેના પર તે સુંદર તસવીરો શેર કરતી રહે છે.

2016માં IPL દરમિયાન 'મિસ્ટ્રી ગર્લ' તરીકે બની હતી લોકપ્રિય

7/7
image

પંખુડી શર્મા 2016માં IPL દરમિયાન 'મિસ્ટ્રી ગર્લ' તરીકે લોકપ્રિય બની હતી. ત્યારબાદ પંખુડી અને કૃણાલે ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. પંખુડી ઘણીવાર IPL અને ભારતની મેચોમાં તેના પતિ અને દિયર બંનેને ચીયર કરતી જોવા મળે છે. પંખુરી બે પુત્રો - કવિર અને વાયુની માતા છે.