ભાવનગર: નવરાત્રીના પ્રથમ દિવસે જાહેરમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

રાજ્યમાં અનેક જગ્યાએ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે, ફાયરિંગમાં અબ્દુલ શેખ નામના વ્યક્તિ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 
 

ભાવનગર: નવરાત્રીના પ્રથમ દિવસે જાહેરમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

વિપુલ બારડ/ભાવનગર: રાજ્યમાં અનેક જગ્યાએ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે, ફાયરિંગમાં અબ્દુલ શેખ નામના વ્યક્તિ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

નવરાત્રીમાં શરૂ થવાની સાથે જ ભાવનગર શહેરમાં મોતનો ખેલ ખેલાયો હતો. નવરાત્રીમાં જાહેરમાં એક મુસ્લિમ શખ્શનું મોત થવાને કારણે વિસ્તારમાં અજંપા ભરી સ્થિતિ જોવા મળી હતી. જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ થતા અબ્દુલ વહાબ શેખ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફાયરિંગ કરનારા શખ્શો વિરુદ્ધ ગુન્હો નોધીને તેમને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news