ભાવનગર જિલ્લામાં વરસાદથી છેલ્લા 24 કલાકમાં બે મોત, 15થી વધુ મકાન ધરાશાયી

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઘણા ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. 
 

  ભાવનગર જિલ્લામાં વરસાદથી છેલ્લા 24 કલાકમાં બે મોત, 15થી વધુ મકાન ધરાશાયી

ભાવનગરઃ જિલ્લામાં પણ મેઘરાજાએ મેઘમહેર વરસાવી હતી અને ગઇકાલે મહુવા અને જેસર તાલુકામાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેને કારણે જિલ્લાનાં જેસર અને મહુવા તાલુકાની માલ મિલકતને મોટું નુકસાન થવા પામ્યું હતું. ભારે વરસાદને કારણે સ્થાનિક તંત્રએ સાવચેતીના પગલા ભર્યા હતા. પરંતુ મહુવાનાં વાઘનગર ગામે આશરે 17 થી 18 મકાનો ભારે વરસાદને કારણે ધરાશાયી થયા હતા. તો બીજી બાજુ ભારે વરસાદને કારણે 2 લોકોનાં મોત નિપજયા હતા. જયારે 25 જેટલાં પશુ ભારે વરસાદને કારણે મોતને ભેટ્યા છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લીધે 400થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત  અનેક ગામો સંપર્કવિહોણા થતાં સ્થાનિક તંત્રએ સઘન કામગીરી હાથ ધરી હતી.

બંધારો તૂટ્યો
ભાવનગરમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ બનાવેલ મેથાળા બંધારામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે 70 ફુટનું ગાબડું પડી ગયું હતુ. ગાબડુ પડવાના કારણે વરસાદનું પાણી દરિયામાં વહી ગયુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news