મહિલા સુરક્ષાની વાત કરતી ગુજરાત સરકારના રાજમાં BJP કોર્પોરેટર જ સુરક્ષિત નથી! બુટલેગરો રાતે ઘરે આવીને...
મહિલા સુરક્ષાની વાત કરતી રાજ્યની સરકાર હવે પોતાના ભાજપના જ નગરસેવિકાની સુરક્ષા કરી શકતી ના હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં કુંભારવાડા મિલની ચાલીમાં ગેરકાયદે ધંધો કરતા બુટલેગરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેમના વિરુદ્ધ વિસ્તારમાં કોઈ પણ બોલવા તૈયાર નથી,.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં કથળી રહેલ કાયદાની સ્થિતિ વચ્ચે હવે ભાજપના મહિલા નગરસેવિકા પણ સુરક્ષિત નથી, કુંભારવાડા વોર્ડ નંબર ત્રણનાં મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહેલ દ્વારા બોરતળાવ પોલીસ મથકમાં બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોડીરાત્રે બુટલેગર નગરસેવિકાના ધર પર પહોંચીને ધાકધમકી આપી રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અગાવ પણ અવારનવાર ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવાતા નથી જેને લઈને ભાજપની મહિલા નગરસેવિકાએ રાજ્યના ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે.
મહિલા સુરક્ષાની વાત કરતી રાજ્યની સરકાર હવે પોતાના ભાજપના જ નગરસેવિકાની સુરક્ષા કરી શકતી ના હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં કુંભારવાડા મિલની ચાલીમાં ગેરકાયદે ધંધો કરતા બુટલેગરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેમના વિરુદ્ધ વિસ્તારમાં કોઈ પણ બોલવા તૈયાર નથી, આ અંગે ભાજપના મહિલા નગરસેવિકાને આ બુટલેગરોએ ટાર્ગેટ બનાવીને અવારનવાર ધમકાવતા હોવાની વાત સામે આવી છે, ત્યારે સવાલ એ છે કે શું પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી જ કરતી નહીં હોય, શા માટે બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ કે તે મહિલા નગરસેવિકાના ઘરે પહોંચીને તેને ધમકાવે છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે.
આ પરિસ્થિતિમાં ભાવનગરમાં પોલીસની કાર્યવાહી અને બુટલેગરો પર થતી રહેંમ દ્રષ્ટિ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, ભાજપના મહિલા નગરસેવિકા જે પોતાના જ વિસ્તારમાં સુરક્ષિત નથી, અને તે અંગેનો પત્ર પણ રાજ્યના ગૃહમંત્રીને લખીને રજૂઆત કરી છે, તેમજ બોરતળાવ પોલીસ મથકે બુટલેગર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરશે.
ભાજપના વડવા બ વોર્ડ નંબર 3 ના નગરસેવીકા સેજલબેન ગોહેલ દ્વારા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા બુટલેગર આશિષ ઉર્ફ ઈશું પરમાર વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં બુટલેગરે મોડી રાત્રે તેના ઘરે પહોંચી દરવાજો ખખડાવી તેમજ બીભત્સ ગાળો બોલી કોર્પોરેટર તરીકેની અઢી વર્ષની ટર્મ પુરી થાય એ પહેલાં જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ બુટલેગર દેશી વિદેશી દારૂનું વેચાણ સાથે કુંટણખાનું ચલાવતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોર્પોરેટર સેજલબેન ગોહેલ દ્વારા ફરિયાદ નોંધાવ્યા ના બીજા દિવસે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કે જેમાં બુટલેગર ની બહેને પોતાના ભાઈ પર કુંટણખાનું ચલાવતા હોવાના આક્ષેપના કારણે લાગી આવતા દવા પી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેના ભાભી અને ભાણેજ દ્વારા કોર્પોરેટર સેજલબેન ગોહેલ પર પણ ગંભીર પ્રકારના આક્ષેપ કરાયા છે. જેમાં સેજલબેન દ્વારા ચૂંટણી લડવા સમયે બુટલેગર પાસેથી રૂપિયા લીધા હોય તે પરત નહીં કરવા આવા તરકટ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જ્યારે તેજ વિસ્તારમાં રહેતા બુટલેગરે અગાઉ દારૂના ધંધા સમયે મહિને રૂપિયા 20 હજારનો હપ્તો કોર્પોરેટર સેજલબેન ગોહેલને આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. સામે કોર્પોરેટર સેજલબેન ગોહેલ એ પણ આક્ષેપોને નકાર્યા હતા.
ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું અનેકવાર બહાર આવ્યું છે. પોલીસ દ્વારા પણ અનેકવાર કાર્યવાહી કરવામાં આવી છે. જે નવું નથી. પરંતુ કોર્પોરેટર અને બુટલેગર ના સામસામા આક્ષેપ તેમજ કોર્પોરેટર ને જ જો બુટલેગર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય, તો સામાન્ય માનવીની સ્થિતિ કેવી હશે?
જોકે ભાવનગર શહેરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપી ને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં વડવા વોર્ડના નગરસેવિકા પર રાત્રિ દરમ્યાન થયેલા હુમલાને શહેર કોંગ્રેસ પ્રમુખે વખોડયો હતો, તેમજ મહિલાની સુરક્ષા અને ભ્રષ્ટાચાર મામલે ભાજપ પર આંકરા પ્રહારો કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે