Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસર

Bharat Bandh Live Updates: અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ​​એટલે કે 21મી ઓગસ્ટે 'ભારત બંધ'નું આહ્વાન કર્યું છે. આ 'ભારત બંધ'ને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે.

Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસર

Bharat Bandh Live Updates: અનામત અંગે કોર્ટના તાજેતરના નિર્ણય સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બંધનો હેતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને ઉલટાવવાની વકાલત કરવાનો છે. ભાજપના સાંસદો પણ આ મામલે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. જાણો કયા રાજ્યમાં શું છે સ્થિતિ અને કઈ પાર્ટીએ આપ્યું સમર્થન અને કઈએ કર્યો વિરોધ.....

કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે તેઓ આ 'ભારત બંધ'ને સમર્થન નહીં આપે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ધનિક દલિતો ખોટી વાતો કરીને અનામત ખતમ કરવાનો ભ્રમ ફેલાવી રહ્યા છે. ખાસ લોકો પોતાના સ્વાર્થ માટે આ આંદોલન ચલાવી રહ્યા છે.  અત્રે યાદ રાખવું જોઈએ મોદી સરકારમાં મંત્રી ચિરાગ પાસવાને પણ આ બંધને સમર્થન આપ્યું છે.

અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ​​એટલે કે 21મી ઓગસ્ટે 'ભારત બંધ'નું આહ્વાન કર્યું છે. આ 'ભારત બંધ'ને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે. ચિરાગ પાસવાન આ બંધના સમર્થનમાં છે તો જીતનરામ માંઝીએ તેનો વિરોધ કર્યો છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

જીતનરામ માંઝીએ ભારત બંધનો વિરોધ કર્યો 
કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે તેઓ આ 'ભારત બંધ'ને સમર્થન નહીં આપે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ધનિક દલિતો ખોટી વાતો કરીને અનામત ખતમ કરવાનો ભ્રમ ફેલાવી રહ્યા છે. ખાસ લોકો પોતાના સ્વાર્થ માટે આ આંદોલન ચલાવી રહ્યા છે. માંઝીએ કહ્યું, 'જે લોકો આજે બંધને સમર્થન આપી રહ્યા છે તેઓ એ જ છે જેમણે અગાઉ પણ અનામતના નામે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી અને બાકીના દલિત સમુદાયને પાછળ છોડી દીધા હતા.' માંઝીએ કહ્યું કે દલિત સમુદાયના ઘણા લોકો હજુ પણ અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય લોકો, જેમને તેમણે 'D4' કહ્યા હતા, તેઓ અનામતનો લાભ લઈને વધુ સારું જીવન જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી 18 જાતિઓ અલગ છે અને અમે અલગ અનામતની માંગ કરીએ છીએ.

શા માટે થઈ રહ્યો છે વિરોધ?
આ નિર્ણય દેશભરમાં વિવાદનો વિષય છે. વિરોધીઓ માને છે કે આનાથી અનામત પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે. ઘણી સંસ્થાઓએ કહ્યું કે આ અનામત નીતિની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આનાથી અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે અને સામાજિક ન્યાયનો ખ્યાલ નબળો પડશે.

ભારત બંધના એલાનને ગુજરાતમાં સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ છે. ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધ પાળ્યો છે અને લોકો સ્વયંભૂ જોડાયા છે. ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ અને પાટણમાં દલિત સમાજે રસ્તા રોક્યા છે. સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકતાં પોલીસ દોડતી થઈ હતી. શામળાજીમાં બસોને રોકી દેવાઈ હતી. આમ એકંદરે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. 

ગુજરાતના અનેક જીલ્લાઓમાં એસસી-એસટી સમાજના લોકો ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. અનેક શહેરોમાં બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના એમજી રોડ પર આવેલી દુકાનો બંધ કરાવવા બાબલે બોલાચાલી થતાં ઘર્ષણ થયું હતું.  દલિત સમાજના કાર્યકરો દ્વારા જામનગરના ટાઉનહોલ સર્કલમાં ચક્કા જામ કરી દેવાયો હતો, જેને લઈને તંત્રમાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનો થોડો સમય માટે બંધ રહી હતી. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના જિલ્લા પણ આ બંધમાં જોડાયા છે. હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ઉમરપાડા, સાબરકાંઠા,વ્યારા, સોનગઢ, ઉમરપાડા, વિજયનગર સહિત નર્મદા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. જો કે, અહીં પણ અનેક વિસ્તારોમાં બજારો અંશતઃ ખુલ્લા જોવા મળ્યા હતા.

ચિરાગ પાસવાને બંધને ટેકો આપ્યો 
LJP (R) પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ભારત બંધને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે આ બંધને અમારું સંપૂર્ણ સમર્થન રહેશે. ચિરાગે કહ્યું કે જ્યાં સુધી સમાજમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અસ્પૃશ્યતા જેવી પ્રથા છે. ત્યાં સુધી એસસી/એસટી કેટેગરીની પેટા-શ્રેણીઓમાં આરક્ષણ અને ક્રીમી લેયર જેવી કોઈ જોગવાઈઓ હોવી જોઈએ નહીં.

હનુમાન બેનીવાલે પણ ટેકો આપ્યો 
રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા અને રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે પણ આ બંધને સમર્થન આપ્યું છે. તેમણે લખ્યું કે પાર્ટી આ ભારત બંધને સમર્થન આપે છે!

માયાવતીનું પણ સમર્થન મળ્યું
બસપા પણ ભારત બંધના સમર્થનમાં છે. માયાવતીએ તેમના કાર્યકરોને શાંતિપૂર્ણ અને હિંસા વિના વિરોધ કરવાની અપીલ કરી છે. , તેમણે X પર લખ્યું- 'BSP ભારત બંધને સમર્થન આપે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ વગેરે અનામત વિરોધી ષડયંત્ર દ્વારા તેને બિનઅસરકારક બનાવવા માંગે છે.' આકાશ આનંદે X પર લખ્યું- 'અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે SC/ST સમુદાયમાં ઘણો ગુસ્સો છે. અમારા સમાજે નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. આપણો સમાજ શાંતિ પ્રેમી સમાજ છે. અમે દરેકને સહકાર આપીએ છીએ. આપણો સમાજ દરેકના સુખ-દુઃખમાં સામેલ છે. પરંતુ, આજે આપણી આઝાદી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. 21મી ઓગસ્ટે શાંતિપૂર્ણ રીતે યોગ્ય જવાબ આપવાનો રહેશે.

જાણો શું છે મામલો
તમને જણાવી દઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમી લેયરની અંદર ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે.

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
હકીકતમાં, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. એટલે કે, રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે. રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકશે.

આ સાથે સુપ્રીમ કોર્ટે તેના 2004ના જૂના નિર્ણયને રદ કરી દીધો છે. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે તમામ કેટેગરીના આધાર યોગ્ય હોવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવું કરવું બંધારણના અનુચ્છેદ 341ની વિરુદ્ધ નથી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે SCમાં કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં. આ ઉપરાંત, SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિના ક્વોટા નક્કી કરતા પહેલાં તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news