ગુલ્લીબાજ તલાટીઓ સાવધાન! વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો, જાણો શું કર્યો મોટો આદેશ

ગ્રામ પંચાયતના તલાટી કંમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે ખુબ જ મહત્વની કડી છે. ત્યારે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ગુલ્લીબાજ તલાટીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

ગુલ્લીબાજ તલાટીઓ સાવધાન! વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો, જાણો શું કર્યો મોટો આદેશ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના ગુલીબાજ તલાટીઓ માટે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની વિભાગને ફરિયાદો મળી હતી. જે સંદર્ભે તલાટીઓની હાજરીને લઇને વિકાસ કમિશ્નરે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં તલાટીઓએ રજા પર જતાં પહેલાં તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી બનાવી દેવામાં આવી છે. એક કરતાં વધુ ગામો ફાળવેલ હોય તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

ગ્રામ પંચાયતના તલાટી કંમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે ખુબ જ મહત્વની કડી છે. ત્યારે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ગુલ્લીબાજ તલાટીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીઓ હાજર નહિ રહેતા સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવામાં મુશ્કેલી પડી રહી છે. તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના પણ આપવામાં આવી છે. અધિકારીઓએ મુલાકાત દરમિયાન તલાટી ગેરહાજર હોય તો તાકીદ કરી રજા કપાત કરવા સૂચના અપાઈ. જો રજા જમા ન હોય તો બિન પગારી રજા ગણવા માટેની સૂચના અપાઈ છે અને બીજી વખત ગેરહાજરીની ઘટનામાં કારણદર્શક નોટિસ આપી શિષ્ટ વિષયક કાર્યવાહી કરાશે.

હવેથી તલાટી કમ-મંત્રીએ સરકારના કામકાજના દિવસોમાં રજા પર જતા પહેલા જે તે તાલુકા વિકાસ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી પડશે. અનિવાર્ય કારણોસર સેજામાં હાજર રહી શકે તેમ ન હોય તો તેઓએ તે અંગેની જાણ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને તે જ દિવસે કરવાની રહેશે.

વિકાસ કમિશનરે બહાર પાડેલો પરિપત્ર 

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news