ચોમાસાની બીજી ઈનિંગ માટે તૈયાર રહો : આ દિવસોએ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ આવશે
Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં 6,7 અને 8 જુલાઈએ ભારે વરસાદ પડશે,,, અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી,,, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદની કરાઈ છે આગાહી,,, ગુજરાત પર હાલમાં પૂર્વ-પશ્વિમ ટ્રફવાળી વરસાદી સિસ્ટમ સક્રિય
Trending Photos
Gujarat Weather Forecast : આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 6, 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે.
25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. અને હવે બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. હાલ રાજ્યમાં વરસાદનો વિરામ છે. ત્યારે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડ માટે તૈયાર રહો.
હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ બે દિવસ તો વરસાદ ન રહ્યો. પરંતું આગામી 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ રહેશે. તો અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ આવી શકે છે.
સુરતમાં આજે ધોધમાર વરસાદ
આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રેલવે ગરનાળું અને સરસ્વતી સ્કૂલ પાસે પાણી-પાણી થઈ ગયુ છે. તો ગરનાળામાં પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે વિદ્યાર્થીઓ તેમજ ધંધાર્થીઓ વહેલીસવારમાં અટવાયા છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી ભરાયા છે.
ગુજરાતના જળાશયો ભરાયા
આ વચ્ચે મંગળવારે ગુજરાતના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથના તાલાલામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ચોમાસાના 1 મહિનામાં રાજ્યના જળાશયોમાં પાણીનુ સ્તર વધ્યુ છે. એક જ મહિનાના ગાળામાં 207 જળાશયોમાં 52,700 MCFT પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 29 ટકા જળ સંગ્રહ થયો છે. તમામ જળાશયોમાં 8.92 લાખ MCFT પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. તમામ જળાશયોમાં કુલ 46.07 ટકા પાણીનો સંગ્રહ થયો. મહત્વનું છે કે જૂનના વરસાદથી જળાશયોમાં નોંધપાત્ર પાણી આવતું નથી તે સ્થિતિ ગુજરાતમાં દાયકાઓથી સામાન્ય રહી છે... પરંતુ આ વખતે તારીખ 15થી 17 જૂન દરમિયાન બિપરજોય વાવાઝોડાની અસરથી અને ત્યારબાદ નૈઋત્ય ચોમાસામાં ધોધમાર વરસાદ વરસતા ગુજરાતના જળાશયોમાં નવું પાણી આવ્યું છે.
તાપીનો ધોધ વહ્યો
તાપીનાં સોનગઢ તાલુકા મથકેથી 35 કીમી અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હીંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ચિમેર ધોધ છેલ્લા થોડા દિવસો થી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે. જેને જોવા અને માણવાને માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાંનો એક હોવાનું મનાય છે. જે ઘાઢ જંગલોની વચ્ચે ખડ ખડ વહેતા ધોધનો કુદરતી નજારો જોવા લાયક થઇ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે