ધાબે સૂતેલા યુવાન સાથે વાંદરાએ કરી આવી હરકત, ઘૂસી ગયું એની ગોદડીમાં

Monkey Attack On Man : ધાબા પર શાંતિથી સૂઈ રહેલા યુવકો પર વાંદરાનું ટોળું તૂટી પડ્યું, પછી જે થયું તે...

ધાબે સૂતેલા યુવાન સાથે વાંદરાએ કરી આવી હરકત, ઘૂસી ગયું એની ગોદડીમાં

Bharuch News : ગરમી આવે એટલે લોકો ધાબા પર સૂતા હોય છે. કેટલાક લોકો લાઈટ બિલ બચાવવાની મજબૂરીમાં ધાબા પર સૂતા હોય છે, તો કેટલાક શોખથી ધાબા પર સૂવા જાય છે. પરંતુ જો તમને ધાબા સૂવા જવાની આદત હોય તો ચેતી જજો. કારણ કે, આ આદત તમને ભારે પડી શકે છે. કારણ કે ભરૂચમાં એક યુવક સાથે જબરુ થયુ. જંબુસર તાલુકાના રુનાડ ગામે ધાબે સૂતેલા યુવાનની ગોદડીમાં વાંદરુ ઘૂસી ગયુ હતું. પછી જે થયુ તેના પર તમે વિશ્વાસ નહિ કરી શકો. 

બન્યુ એમ હતું કે, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના રુનાડ ગામે કેટલાક યુવકો ધાબા પર સૂતા હતા. એક જ પરિવારના યુવકો શાંતિથી રાતના ઠંડા પવનો વચ્ચે સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક વાનરોનું ટોળું આવી ચઢ્યુ હતું. જેમાં એક વાનર યુવકની ગોદડી ઉંચી કરીને અંદર ઘૂસી ગયુ હતું. એટલુ જ નહિ, વાનરે યુવકના જમણા પગે બચકુ ભર્ય હતું. 

પગમાં એકાએક દુખાવો ઉપડતા યુવકે બૂમાબૂમ કરી હતી. જેથી પરિવારજનો દોડી આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત યુવકને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં યુવકની સારવાર કરવામા આવી હતી. 

આ બાદ ગામમાં અન્ય બે યુવકોને પણ વાનરે બચકા ભર્યા હતા. ઉપરાઉપરી બનેલી ઘટના બાદ માજી સરપંચે વન વિભાગને વાંદરાના આતંક વિશે જાણ કરી હતી. જેથી હાલ વન વિભાગે વાનરોને પકડવા માટે પાંજરા મૂક્યા છે. 

ઉલ્લેખનીય છે કે, આકરી ગરમીમાં માણસોનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ જાય છે, ત્યારે પ્રાણીઓના સ્વભાવ પર પણ અસર જોવા મળે છે. ગરમીમાં પાણી અને ખોરાકની શોધમાં વાનરો માનવ વિસ્તારોમા આવી ચઢે છે. છેલ્લા કેટલાક સમયથી જંબુસરમાં વાનરોનું ટોળુ ફરતુ દેખાય છે. આ કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news