ICC Women’s World Cup 2022: ગુજરાતીઓ માટે મોટી ક્ષણ! શૈલેન્દ્રસિંહ સોલંકીની ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે વરણી
ગુજરાતીઓ માટે એક મોટી ક્ષણ છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિનિયર સિલેક્શન કમિટીના સભ્યને BCCI દ્વારા ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે વરણી કરવામાં આવી છે. આ ખુશીના પ્રસંગે તમામ હોદ્દેદારોએ શૈલેન્દ્રસિંહ સોલંકીને અભિનંદન પાઠવીને હર્ષની લાગણી અનુભવી છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ, ICC Women’s World Cup 2022: BCCI દ્વારા ICC મહિલા ODI વર્લ્ડ કપ માટે શૈલેન્દ્રસિંહ સોલંકી (Shailendrasinh Solanki) ની ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. શૈલેન્દ્રસિંહ સોલંકી (Shailendrasinh Solanki) ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય છે. તેઓ ન્યુઝીલેન્ડ ખાતે રમાનાર ICC વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ અને વન-ડે સિરીઝ માટે ટીમ સાથે મેનેજર તરીકે જોડાશે. ન્યુઝીલેન્ડ ખાતે ભારત વુમન્સ ક્રિકેટ ટીમ 5 એપ્રિલ 2022 સુધી મેચ રમશે. તમને જણાવી દઈએ કે શૈલેન્દ્રસિંહ સોલંકી (Shailendrasinh Solanki) ગુજરાત ટીમમાંથી રણજી ક્રિકેટ રમી ચૂકેલા ખેલાડી છે.
ગુજરાતીઓ માટે એક મોટી ક્ષણ છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિનિયર સિલેક્શન કમિટીના સભ્યને BCCI દ્વારા ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે વરણી કરવામાં આવી છે. આ ખુશીના પ્રસંગે તમામ હોદ્દેદારોએ શૈલેન્દ્રસિંહ સોલંકીને અભિનંદન પાઠવીને હર્ષની લાગણી અનુભવી છે. મહત્વનું છે કે, માર્ચ મહિનામાં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ પહેલા ટીમ ઈન્ડિયા (Team India)એ ત્યાં પાંચ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. 15 સભ્યોની ટીમ અને ત્રણ રિઝર્વ ખેલાડીઓને મુંબઈ આવવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય ટીમનો આ પ્રકારનો છે કાર્યક્રમ
ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 6 માર્ચે પોતાની પ્રથમ મેચ રમશે, 10 માર્ચે યજમાન ન્યુઝીલેન્ડ સામે સેડન પાર્ક હેમિલ્ટનમાં રમવાની છે. 12 માર્ચે ભારતીય ટીમ ફરીથી સેડન પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આ પછી તે તેની આગામી મેચ આ ટૂર્નામેન્ટના વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ સામે 16 માર્ચે રમશે. ભારતે ફરીથી આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 19 માર્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમવાનું છે. ભારત 22 માર્ચે સેડન પાર્ક, હેમિલ્ટનમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. 27 માર્ચે ભારતીય ટીમ ક્રાઈસ્ટ ચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. સેમિફાઈનલ 30-31 માર્ચ અને ફાઈનલ 3 એપ્રિલના રમાશે.
સંભવિત ભારતીય ટીમ;
મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ , સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા. રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે