Vadodara: બીજા લગ્નમાં સાથે આવેલા સંતાનો અંગે ચિડવવા જેવી બાબતે હત્યા

વડોદરાના જામ્બુવા સ્થિત વુડાનાં મકાનમાં મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. રૂપિયાની લેતીદેતી અને અગાઉની અદાવતનું ગંભીર પરિણામ એવુ આવ્યું કે રિક્ષાચાલકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંતે હત્યારા સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ જતાં પોલીસે કરી દીધી ધરપકડ.

Vadodara: બીજા લગ્નમાં સાથે આવેલા સંતાનો અંગે ચિડવવા જેવી બાબતે હત્યા

Highlights
વીસીના પૈસા બાબતે બોલાચાલીમાં હત્યા
અગાઉના મેણાંના ખૂન્નસે લઈ લીધો જીવ 
જૂની અદાવતનું ગંભીર પરિણામ 

વડોદરાઃ વડોદરાના છેવાડે આવેલા જામ્બુવા જીઈબી સબ સ્ટેશન પાસેના વુડાના મકાનમાં રહેતા એક 25 વર્ષના યુવાનની હત્યા થઈ ગઈ. યુવાન મનોજ પરમાર રિક્ષાચલાવવાની સાથે રૂપિયા ઉઘરાવી વીસી ચલાવવાનું કામ કરતો હતો. જેથી નજીકમાં રહેતા અનેક લોકો વીસી માટે તેને રૂપિયા આપતાં હતા. દરમિયાન થોડા દિવસો પહેલા નજીકમાં રહેતા એક મહિલાને 12 હજારની વીસી લાગી હતી તેથી મનોજે 8 હજાર ચૂકવી બાકીના રૂપિયા પછી આવી લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ બીજા દિવસે જ એ મહિલા બાકીના રૂપિયાની ઉઘરાણી માટે આવતા બબાલ થઈ બસ આ જ બબાલનું પરિણામ મનોજે ચૂકવવું પડશે તેવું તેને ખ્યાલ નહોતો. 

મનોજ પરિવારનું ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવતો હતો. પરંતુ અગાઉની બબાલને જોઈ મનોજે કવિતાબેનને રિક્ષામાં બેસાવડવાનો ઈનકાર કરતા મામલો વકર્યો હતો. મકરપુરા રોડ પર આવેલા આકાશવાણી નજીક કવિતાબહેન અને મનોજ મળતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં મનોજે કવિતાબેનને લાફા ઝીંકી દીધા હતા. જે અંગે કવિતાબેનના પુત્રને ખબર પડતા રોષે ભરાયેલા બંને પોતાના પિતરાઈને સાથે લઈ રાહ જોઈને ઉભા હતા. જેવો મનોજ આવ્યો કે તમામે ભેગા મળી મનોજના ગળાના ભાગે ઉતરા છાપરી ઘા ઝીંકી તેને રહેંસી નાખ્યો.

મનોજની ચીસો સાંભળી આસપાસમાં રહેતા લોકો દોડીને આવી જતાં હત્યારાઓ નાસી ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાતા તબીબોએ મૃતજાહેર કર્યો હતો. આ ઘટના પછી આરોપીઓ સામે ચાલીને જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. જ્યારે પોલીસ તપાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે મનોજે બીજા લગ્ન કર્યા હતા અને તેની પત્ની બે સંતાનોને લઈને આવી હોવાથી કવિતાબેન તેને મેણા મારતા હતા. જેના કારણે પણ મનોજને બબાલ થઈ ચૂકી હતી અને હવે વીસીની બબાલ. આમ બંને ભેગુ થતાં આ બબાલોએ મનોજનો જીવ લઈ લીધો. હાલ પોલીસે આ કેસમાં ત્રણની ધરપકડ કરી ચોથા હત્યારાની શોધખોળ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news