Cancer, Kidney અને HIV દર્દીઓને દર મહિને 2250 રૂપિયા પેંશન આપશે હરિયાણા સરકાર

સરકારે જાહેરાત કરી છે કે જે જગ્યા પર વરિષ્ઠ નાગરિક ઓળખ પત્ર બતાવવાની જરૂર પડે છે, તે જગ્યા પર ફક્ત આધાર કાર્ડ અથવા વોટર આઇડી કાર્ડ, પાન કાર્ડથી કામ ચાલી જશે.

Cancer, Kidney અને HIV દર્દીઓને દર મહિને 2250 રૂપિયા પેંશન આપશે હરિયાણા સરકાર

ચંદીગઢ: હરિયાણાની સરકારે સોશિયલ સિક્યોરિટી પેંશન સ્કીમ હેઠળ મોટી જાહેરાત કરી છે. હરિયાણામાં હવે કેન્સર, કિડની તથા એચઆઇવી રોગીઓને સરકાર દર મહિને પેંશન આપશે. સરકારે વૃદ્ધાવસ્થા પેંશનના આધારે આ ગંભીર બિમારીઓથી પીડીત લોકોને 2250 રૂપિયા દર મહિને પેંશન આપવાની યોજના શરૂ કરી દીધી છે. આ દરમિયાન સરકારે એ પણ દાવો કર્યો છે કે હરિયાણામાં જલદી જ વૃદ્ધાવસ્થા પેંશનની રકમમાં વધારો કરવામાં આવશે.

મંત્રીએ આપી જાણકારી
હરિયાણા (Haryana) ના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ઓમ પ્રકાશ યાદવે કહ્યું કે વૃદ્ધાવસ્થા પેંશનના આધારે રાજ્યના કેંસર, કિડની અને એચઆઇવી રોગીઓને 2,250 રૂપિયા પ્રતિ મહિને પેંશન આપવામાં આવશે. તેના માટે હરિયાણા સરકાર હવે કેંસર, એચઆઇવી અને ગંભીર કિડની રોગથી પીડિત રાજ્યના દર્દીઓને પણ પોતાની સામાજિક સુરક્ષા પેંશન યોજનાના દાયરામાં લેવામાં આવશે. તમામ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારીઓ સાથે આ સંબંધમાં એક રિપોર્ટ મંગાવ્યો છે. જેના આધારે જ પેંશન તાત્કાલિક લાગૂ કરવામાં આવશે. તેનો લાભ રાજ્યના લગભગ 25 હજાર લોકોને મળશે.

કોરોનાના લીધે વ્યસ્ત થઇ ગઇ હતી પુરી વ્યવસ્થા
સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ઓમ પ્રકાશ યાદવે કહ્યું કે લોકડાઉન દરમિયાન સ્વાસ્થ્ય વિભાગ કોરોનાનો સામનો કરવામાં લાગી ગઇ હતી, નહીતર યોજના પહેલાં જ શરૂ થઇ જાત.  

વરિષ્ઠ નાગરિકો માટે રાહત
હરિયાણામાં સમાજ કલ્યાણ વિભાગે વરિષ્ઠ નાગરિક ઓળખ પત્ર બનાવવાનું બંધ કરી દીધું છે. ત્યારબાદ હવે સરકારે જાહેરાત કરી છે કે જે જગ્યા પર વરિષ્ઠ નાગરિક ઓળખ પત્ર બતાવવાની જરૂર પડે છે, તે જગ્યા પર ફક્ત આધાર કાર્ડ અથવા વોટર આઇડી કાર્ડ, પાન કાર્ડથી કામ ચાલી જશે. એવામાં હરિયાણા રોડવેઝની બસોમાં સફર કરનાર વરિષ્ઠ નાગરિકોને ફક્ત આધાર કાર્ડ અથવા ઓળખ પત્ર બતાવીને ભાડામાં અડધી છૂટ મળી જશે. તેના માટે હવે વરિષ્ઠ નાગરિક ઓળખ પત્રની જરૂર નહી પડે. આ અંગે સામાજિક ન્યાય તથા અધિકારિતા વિભાગે પરિપત્ર જાહેર કરી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news