બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને આપી દિવાળીની ભેટ, જાણો દૂધના ભાવમાં કિલો ફેટે કેટલો વધારો કર્યો?
બરોડા ડેરી દ્વારા નવા વર્ષમાં ડેરી નિયામક મંડળ દ્વારા દૂધ મંડળીઓના દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાથી બરોડા ડેરી પર વર્ષે અંદાજિત 52 કરોડ રૂપિયા જેટલો આર્થિક બોજ પડશે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ આપી છે. બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને કિલો ફેટે 40 રૂપિયાનો વધારો આપ્યો છે. અગાઉ કિલો ફેટના 710 ચૂકવતા હતા તેમાં 40નો વધારો કરી 750 રૂપિયા કરવામાં આવ્યો છે. જિલ્લાની 1200 દૂધ મંડળીઓના 2 લાખ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. 11 નવેમ્બરથી બરોડા ડેરી દૂધનો ખરીદ ભાવ 750 કરશે. જેના કારણે ડેરી પર વાર્ષિક 52 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. બરોડા ડેરીના આ નિર્ણયથી 2 લાખ પશુપાલકોને ફાયદો પહોંચશે.
તમને જણાવી દઈએ કે, બરોડા ડેરી દ્વારા અગાઉ દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે 675 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, તે વધારીને એપ્રિલ 2022માં 710 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યા હતા. હાલ બરોડા ડેરી દ્વારા દૂધ મંડળીઓને દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 710 રૂપિયા ચૂકવવામાં આવે છે. ત્યારે બરોડા ડેરીના નિયામક મંડળ દ્વારા નૂતન વર્ષમાં તેમાં 40નો વધારો કરી 750 રૂપિયા કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ વીડિયો:-
બરોડા ડેરી દ્વારા નવા વર્ષમાં ડેરી નિયામક મંડળ દ્વારા દૂધ મંડળીઓના દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાથી બરોડા ડેરી પર વર્ષે અંદાજિત 52 કરોડ રૂપિયા જેટલો આર્થિક બોજ પડશે. આ ભાવવધારો તા.11મી નવેમ્બરથી અમલમાં થશે અને બરોડા ડેરી હવે દૂધ મંડળીઓને દૂધનો ખરીદભાવ પ્રતિ કિલો ફેટે 750 રૂપિયા ચૂકવશે. આ ભાવવધારાનો લાભ ત્રણ જિલ્લાની 1200 જેટલી દૂધ મંડળીઓમાં બે લાખ જેટલા દૂધ ઉત્પાદકોને મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે