બનાસકાંઠાની ખેડૂત પુત્રીએ દેશનું નામ કર્યું રોશન, સ્વિત્ઝરલેન્ડ એશિયાઈ પેરા એથ્લેન્ટીક્સમાં ગોલ્ડ જીત્યો

28 મેના રોજ નોટવીલ સ્વિત્ઝરલેન્ડ ખાતે યોજાયેલ પેરા એથ્લેન્ટીકસ ઓપન ગ્રાઉન્ડ 2022 WPA પ્રિક્સમાં વિશ્વના 20 દેશોના 20 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં લાખણીના ધાણા ગામની ખેડૂત પુત્રીએ ભાલા ફેકમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવી ઘરે આવતા પરિવારજનો અને ગામલોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.

બનાસકાંઠાની ખેડૂત પુત્રીએ દેશનું નામ કર્યું રોશન, સ્વિત્ઝરલેન્ડ એશિયાઈ પેરા એથ્લેન્ટીક્સમાં ગોલ્ડ જીત્યો

ઝી ન્યૂઝ/બનાસકાંઠા: જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રીએ ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સ્વિત્ઝરલેન્ડ એશિયાઈ પેરા એથ્લેન્ટીક્સમાં બનાસકાંઠાની લાખણીના ધાણા ગામની ખેડૂત પુત્રીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેણા કારણે ગામલોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, 28 મેના રોજ નોટવીલ સ્વિત્ઝરલેન્ડ ખાતે યોજાયેલ પેરા એથ્લેન્ટીકસ ઓપન ગ્રાઉન્ડ 2022 WPA પ્રિક્સમાં વિશ્વના 20 દેશોના 20 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં લાખણીના ધાણા ગામની ખેડૂત પુત્રીએ ભાલા ફેકમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવી ઘરે આવતા પરિવારજનો અને ગામલોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. ગોલ્ડ મેડલ જીતી ઘરે પરત ફરતા ગામલોકોએ દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ખેડૂત પુત્રી ભાવના ચૌધરીએ ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

તમને જણાવી દઈએ કે, લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રી ચૌધરી ભાવનાબેન અમદાવાદ ખાતે વસ્ત્રાપુરમાં આવેલી આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. ભાવનાબેન અભ્યાસની સાથે સાથે નાનપણથી રમત ગમત ક્ષેત્રે પણ રુચિ ધરાવે છે. ભાવનાબેન ચૌધરીએ અગાઉ વર્ષ 2017 અને વર્ષ 2018 માં પણ ભાલા ફેક સ્પર્ધામાં નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં ઈટાલીમાં રમાનારી ટૂર્નામેન્ટમાં ભારતના નવ ખેલાડીઓ સાથે ભાવના ચૌધરી પણ ભાગ લેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news