ચૈત્ર પૂનમના દિવસે ગુજરાતનું આ હર્યુંભર્યા ગામ ખાલી થઈ જાય છે, ઋષિમુનિએ આપ્યો હતો શ્રાપ

Banaskanaht Village Belief : આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. આખું ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી. ગામ બહારથી કોઈ આવેતો તેને ગામમ પ્રવેશ પણ આપવામાં આવતો નથી

ચૈત્ર પૂનમના દિવસે ગુજરાતનું આ હર્યુંભર્યા ગામ ખાલી થઈ જાય છે, ઋષિમુનિએ આપ્યો હતો શ્રાપ

chaitra navratri 2024 અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું એંગોલા ગામ એવું ગામ છે કે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોર ઢાંખર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે. ચૈત્ર સુદ પૂનમને દિવસે આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે. આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે. 

ચૈત્ર સુદ પૂનમને દિવસે પાલનપુર તાલુકાના એંગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે. ઢોર ઢાંખર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે. અને ગામથી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમા જઈને સમગ્ર ગ્રામજનો આરતી, હોમ હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે. આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમા પ્રવેશ કરે છે. 

આ પાછળ એક માન્યતા છે 
કહેવાય છે કે વર્ષો પહેલા આ ગામ શ્રાપિત હતું. સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા. કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું પીડિત હતું. કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પુજારીને અનોખો ભાવ પ્રગટ થતાં ગ્રામજનો તેમજ પુજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ગ્રામલોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમા આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે. આજે પણ સમગ્ર એગોલા ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઢોર ઢાંખર સહિત લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિરે આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે. ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ ચૂલા બનાવીને માતાજીની પ્રસાદ કરી ભોજન બનાવીને એકસાથે જમે છે અને આખો દિવસ મંદીરમાં રહીને પૂજા અર્ચના કરે છે. 

ગામના પૂજારી રમણભાઈ રાવલ કહે છે કે, વર્ષો પહેલા અમારા ગામમાં બહુ ભયંકર બીમારી પેદા થઈ હતી ઢોર તેમજ માણસોના મૃત્યુ થતા હતા. ગામ રોગ ચાળા મુક્ત થતાં આંતરા દિવસે ગ્રામજનો આજના દિવસે ગામ છોડી બહાર નીકળી જાય છે.

ગામ લોકો ગામની બહાર રહીને દિવસ વિતાવે છે 
કહેવાય છે કે ગામમાં રોગચાળો ફાટયા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઇ ગ્રામજનોએ આજીજી કરી હતી અને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી. ત્યારથી એકોતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃધ્ધ સૌ કોઇ વહેલી સવારે શુભમૂર્હૂતમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે. જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. સમગ્ર દિવસ ગ્રામજનો ગરબા રમી માતાજીના ગુણગાન ગાય છે. અને સાંજે શુભમૂર્હૂતમાં ગામના મુખ્યદ્વારથી ગામમાં પરત ફરે છે. આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. આખું ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી. ગામ બહારથી કોઈ આવેતો તેને ગામમ પ્રવેશ પણ આપવામાં આવતો નથી. 

એંગોલા ગામના રહેવાસી ભરતભાઈ રાવલ કહે છે કે, આજના દિવસે સમગ્ર ગામ બિલકુલ ખાલી થઈ જાય છે કોઈને ગામમાં પ્રવેશ મળતો નથી કોઈ બીમાર હોય તો પણ તેને ગામ બહાર લઈ જવાય છે. અમે દર એકોતરા દિવસે ઉજવણી કરીએ છીએ લોકો બહાર દૂર રહેતા હોય તો પણ આજના દિવસે અહીં આવે છે.

મહાકાળી માતાજીના મંદિરે એક નાથજી -મહાત્માના આદેશથી તા. 17-05-1979ના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે. જે આજદિન સુધી અખંડ છે. અહી દર માસની અજવાળી પુનમે લોકો પગપાળા પુનમ ભરવા આવે છે.એગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધાર્થે મુંબઇ- અમદાવાદ સહિત અન સ્થળોએ સ્થાયી થયા હોય કે ગામની કુવાસીઓ હોય તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂલો બનાવીને સુખડી અને ખીરનો પ્રસાદ બનાવીને ભોજન કરે છે

ગ્રામજન હેતલબેને કહ્યું કે, અમે ત્રણ પેઢીથી ગાંધીનગર રહીએ છીએ છતાં આજના દિવસે અહીં આવી ચૂલા બનાવી ભોજન બનાવે છે અહીં જમે છે ખુબજ ભક્તિમય વાતાવરણ સર્જાય છે. ગામના લોકો અને ગામની કુવાસીઓ પણ આજના દિવસે અહીં આવે છે અને માતાજીની ભક્તિ કરે છે.

આજના આધુનિક યુગમાં પણ ચમત્કાર અને શ્રદ્ધા પર દુનિયા કાયમ છે. ત્યારે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધાના પગલે સવારથીજ ગ્રામજનો ગામ છોડી દૂર મંદિરમાં આવીને માતાજીની પૂજા અર્ચના અમે ભક્તિ કરે છે અને સાંજે શુભ મુર્હતમાં પાછા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગામમાં પ્રવેશ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news