આ 7 શરતો પર મંજૂર થયા મોરબી પુલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન

Jaysukh Patel Bail Granted : સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા ઓરેવા કંપનીનો માલિક અને મોરબી પુલ હોનારતનો આરોપી જયસુખ પટેલ 400 દિવસ બાદ જેલમુક્ત થશે

આ 7 શરતો પર મંજૂર થયા મોરબી પુલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન

Morbi Bridge Collapse Tragedy હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થયા છે. ત્યારે મોરબીની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન માટેની શરતો નક્કી કરવાની હતી. જેના માટે આજે મોરબીની કોર્ટ દ્વારા જયસુખ પટેલને મોરબી જિલ્લામાં રહેવું નહીં તેમજ દેશ છોડીને કોર્ટની પરવાનગી વગર જવું નહીં તે સહિત કુલ સાત શરતોના આધારે જામીન મુક્ત કર્યાં છે.

મોરબીમાં તારીખ ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતોપુલ તૂટી પડ્યો હતો ને તેમાં કુલ મળીને 135 લોકોના મોત થયા હતા જે કેસમાં કુલ 10 આરોપી પકડાયા હતા. તેમાંથી મોટાભાગના આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજુર થઈ ગયા હતા. જોકે હાઇકોર્ટમાંથી જયસુખ પટેલના અગાઉ જામીનના નામંજૂર કરવામાં આવ્યા હતા. જેથી કરીને તેઓ વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે ગયા હતા અને ત્યાં તેઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને શરતો નક્કી કરવા માટે થઈને આદેશ કર્યો હતો, જેથી કરીને આજે મોરબીના લાલબાગમાં આવે ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તથા જયસુખ પટેલના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. બાદ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સાત શરતોના આધારે જયસુખ પટેલના જામીન મુક્ત કરવા ઓર્ડર કરાયો છે.

આ શરતો પર મળ્યા જયસુખને જામીન

  • જયસુખ પટેલે એક લાખના જામીન આપવાના
  • આ કેસના સાક્ષીઓને ડરાવવા ધમકાવા કે પ્રલોભણ ન આપવા
  • જયસુખ પટેલનો પાસપોર્ટ તેમણે સાત દિવસમાં મોરબી કોર્ટમાં જમા કરાવો
  • કોર્ટની મંજૂરી વગર દેશ છોડવો નહીં
  • કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો
  • હાલનું તેમનું રહેણાંકનું એડ્રેસ આપવું અને તેમના મોબાઈલ નંબર કે રહેણાક તે બદલે તો તેની જાણ કોર્ટને કરવાની રહેશે 

આ ઉપરાંત સૌથી મહત્વનું કે મોરબીની કોર્ટમાં ચાલતા કેસમાં જ્યારે ટ્રાયલ હોય ત્યારે તે આવી શકે છે, બાકી તેણે મોરબી જિલ્લાની બહાર રહેવાનું છે. અને મોરબી જિલ્લામાં આવવા માટે તેઓએ પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે. આ શરતોને આધારે જયસુખ પટેલને મોરબીની જેલમાંથી ૪૦૦ દિવસ કરતા વધુ સમયગાળા બાદ મુક્ત કરવામાં જામીન મંજુર કરવામાં આવ્યો છે. 

શું બન્યુ હતું 
મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news