Baba Bageshwar: હાઈકોર્ટ પહોંચ્યો બાબા બાગેશ્વરનો વિવાદ! વિવાદો વચ્ચે કાલે અમદાવાદ આવશે ધીરેન્દ્ર શાસ્ત્રી

Baba Bageshwar Gujarat Visit: બાબાનો દરબાર ન થવા અરજદારની કોર્ટમાં રજુઆત કરી છે. અન્ય સમુદાય વિરુદ્ધ સ્પીચ બાબા આપતા હોવનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજન્ટ સુનાવણીની અરજદારની માંગ કોર્ટે ફગાવી.

Baba Bageshwar: હાઈકોર્ટ પહોંચ્યો બાબા બાગેશ્વરનો વિવાદ! વિવાદો વચ્ચે કાલે અમદાવાદ આવશે ધીરેન્દ્ર શાસ્ત્રી

Baba Bageshwar Gujarat Visit/આશ્કા જાની, અમદાવાદઃ મનની વાતો જાણી લેતા હોવાનો અને લોકોની તમામ તકલીફો દૂર કરતા હોવાનો દાવો કરનારા બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાતને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે. કારણકે, ગુજરાતના વિવિધ શહેરોમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવાનો છે. આ સ્થિતિની વચ્ચે બાબા બાગેશ્વરનો વિવાદ પહોંચ્યો હાઇકોર્ટમાં. બાબા બાગેશ્વરના દરબાર પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો બીજી તરફ બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને લઈને રાજ્ય સરકારે સામેથી કહ્યુંકે, આ કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. ગુજરાત સરકારે સામેથી તેવી બાંહેધરી આપી છે. 

બાબાનો દરબાર ન થવા અરજદારની કોર્ટમાં રજુઆત કરી છે. અન્ય સમુદાય વિરુદ્ધ સ્પીચ બાબા આપતા હોવનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજન્ટ સુનાવણીની અરજદારની માંગ કોર્ટે ફગાવી. આવી સુનવણીની તાત્કાલિક જરૂર નહીં હોવાનું કોર્ટે જણાવ્યું. આ તમામ વિવાદોની વચ્ચે ગુજરાત આવી રહ્યાં છે બાબા બાગેશ્વર

બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસ અંગે મોટા સમાચાર:
બાગેશ્વર ધામ સરકાર અને બાબા બાગેશ્વરના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે અમદાવાદ આવશે. અમદાવાદના વટવામાં ચાલે રહેલી દેવકીનંદન મહારાજની કથામાં હાજરી આપશે. આવતીકાલે બપોરે 3 થી 7 વાગ્યા દરમિયાન બાબા બાગેશ્વર આપશે હાજરી.
દેવકીનંદન મહારાજને પોતાના મોટા ભાઇ માને છે બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી.

ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમઃ
ગાંધીનગરમાં પણ યોજાશે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ. ગુરુ વંદના મંચ કરશે દિવ્ય દરબારનું આયોજન. ગાંધીનગરના ઝુંડાલમાં 28મી મેએ આયોજન કરાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બાદ ગાંધીનગરમાં પણ બાબા બાગેશ્વરના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાંજે 5 થી 7.30 વાગ્યે થશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર. ઝુંડાલના રાઘવા ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે કાર્યક્રમનું આયોજન.

ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા વિવેક સાગર સ્વામી:
સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીનું મોટું નિવેદન. કાર્યક્રમ સફળ બને તેના માટે હનુમાનજીને પ્રાર્થના કરીશ. ધીરેન્દ્ર શાસ્ત્રી અને હું હનુમાન ભક્ત છીએ. કાર્યક્રમને સફળ બનાવવા તમામને જોડાવવા અપીલ. અત્યારે સત્ય સનાતન હિન્દૂ ધર્મનો ડન્કો વાગી રહ્યો છે. ત્યારે બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈને દેશ અને દુનિયામાં નીકળ્યા છે...ત્યારે વિરોધ થાય તેના પર ધ્યાન ન આપી ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપવું જોઈએ. ધીરેન્દ્ર સાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા એવી સ્વામીજીએ જણાવ્યું. જે વિરોધ કરે છે તે પણ દરબારમાં જોડાઈ શકે છે.

ગુજરાતના પાંચ શહેરોમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમનું આયોજન:
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં કાર્યક્રમ
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાની તૈયારીઓ પૂરજોશમાં 
અમદાવાદમાં  50 લાખા ખર્ચે ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ખાસ બંગ્લો ફાળવવામાં આવ્યો
વડોદરામાં કરવામાં આવી રહી છે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તૈયારી
દોઢ થી બે લાખ લોકો દિવ્ય દરબારમાં લઈ શકે છે ભાગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news