Baba Dhirendra Shastri Divya Darbar: સુરતમાં બાબા બાગેશ્વરનો હુંકાર, 'ભારત હિંદુ રાષ્ટ્ર છે તો પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશું'

Baba Dhirendra Shastri Divya Darbar: સુરતમાં બાબા બાગેશ્વરે ભક્તોને સંદેશો આપતા જણાવ્યું છે કે સનાતન સંસ્કૃતિની જાગૃતતાની આવશ્યકતા છે. હું કોઈ પક્ષનો નથી. મારો ઉદ્દેશય એક માત્ર સનાતન છે. 

 Baba Dhirendra Shastri Divya Darbar: સુરતમાં બાબા બાગેશ્વરનો હુંકાર, 'ભારત હિંદુ રાષ્ટ્ર છે તો પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશું'

Baba Dhirendra Shastri Divya Darbar: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત સુરતમાં થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો બાબાને સાંભળવા માટે અહીં એકઠા થયા છે. લગભગ 2 લાખથી વધારે લોકો ભેગા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના ધારદાર પ્રવચનની શરુઆત કરી હતી. સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારમાં બાબાએ હુંકાર કરતાં જણાવ્યું હતું કે, ભારત તો હિંદુ રાષ્ટ્ર છે તો પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશું.

સુરતમાં બાબા બાગેશ્વરે ભક્તોને સંદેશો આપતા જણાવ્યું છે કે સનાતન સંસ્કૃતિની જાગૃતતાની આવશ્યકતા છે. હું કોઈ પક્ષનો નથી. મારો ઉદ્દેશય એક માત્ર સનાતન છે. હું કોઈ પક્ષનો નથી તેમ છતાં મારો કાર્યક્રમ વિવાદિત બનાવવામાં આવે છે. અમે ફરમાઈશી પ્રોગ્રામ કરતા નથી. અહીંયા મને મારો પરિવાર મળ્યો છે. તેમ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોર માટે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ આપ્યા.

સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારમાં બાબાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, હું ગુજરાતની ધરતીને પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છું, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. 

બાબા બાગેશ્વરે વધુમાં જણાવ્યું હતું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નીકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા આવ્યો નથી પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.

ધીરેન્દ્ર શાસ્ત્રીનું સંબોધન અંશો:-

  • સુરતની આ સિરત જોઈને ગદગદ થયો
  • પ્રાચીનકાળમાં સૂર્યનગર તરીકે ઓળખાતું એવી ગુજરાતની ધરતીને પ્રણામ
  • ગુજરાતના પગલો, એકવાત જીવનમાં યાદ રાખજો.. હું તમારી પાસે ધન, સન્માન લેવા નથી આવ્યો
  • ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું
  • બાગેશ્વરધામના પગલો ગુજરાત પણ આવી રીતે એક થશે ત્યારે પાકિસ્તાનમાં પણ ભારત હશે
  • દિવ્ય શક્તિ નથી હોતી એવું કહેનારની ઠઠરી
  • હું તમને બહેકવવા નથી આવ્યો
  • ગુજરાત રામમય ના થાય ત્યાં સુધી તમારો પીછો નથી છોડવાનો
  • હું સિદ્ધ પુરુષ, ભગવાન, ચમત્કારી નથી, તમારા જેવો જ છું, બસ બાલાજી મારા છે, હું બાલાજીનો છુ
  • તમે સમગ્ર ભારતને શુ નથી, એવો દેશ નથી જ્યાં ગુજરાતી ના હોય
  • તડકો ખૂબ હતો એટલે મોડો આવ્યો, રાત્રે 9 વાગ્યા સુધી દરબાર લાગશે
  • ગુજરાત આપણી ભક્તિભુમી છે
  • ગુજરાતી મને નથી આવડતું પણ સંસ્કૃતથી ઓછું નથી
  • ગુજરાતી ભાષામાં ખૂબ પ્રેમ છે
  • મારા પાગલો યાદ રાખજો, કોઈને પથ્થરમાં ભગવાન, ભગવાનમાં પથ્થર દેખાય
  • જેવી જેની ભાવના, જેવી જેની નજર
  • યાદ રાખજો, ઉપવાસ કરીને નિકળશો તો માત્ર હોટેલ રસ્તામાં દેખાશે
  • પણ ભૂખ લાગે એટલે હોટેલ દેખાય
  • જે રામનો ભક્ત હોય એને દુનિયા રામમય લાગે
  • ભગવાન નથી હોતા એવું કોઈ કહે તો એ વાતમાં ના પાડો
  • તમે રામ નામ લો, હનુમાનજીની ભક્તિ કરો
  • દુનિયામાં અનેકોની જિંદગી રામભરોસે છે, મારી પણ...
  • લોકો મને કહે છે, કેમ વાત હિન્દૂ રાષ્ટ્રની કરો છો
  • હું કોઈ પથ કે ધર્મનો વિરોધી નથી, બસ સનાતનનો કટ્ટર છું
  • હુ ગુજરાત પહેલીવાર આવ્યો પણ કિરણ માએ કહ્યું એટલે સમય નહતો પણ હું ગુજરાત આવ્યો
  • કીર્તિદાન પણ અહીં આવ્યા છે
  • ગુજરાતની ધરતી પર અનેક મહાપુરુષ છે
  • મોરારીબાપુ, રમેશ ઓઝા અનેક છે
  • કેટલાક ગુજરાતીઓ અદભુત હોય છે, તેમનાથી જીતવું મુશ્કેલ હોય છે
  • દાન લેવા નથી આવ્યો, તમને જગાવવા આવ્યો છે, પરચો તો બહાનું છે
  • ધર્માણતરણ કરાવનારને કહું છું કે એમના મોઢે તમાચો મારવા મારવા બાગેશ્વર ધામ આવ્યું છે
  • અનેક કેમેરા આવ્યા પોલ ખોલવા, બધાની પોલ ખુલી
  • અંધવિશ્વાસમાં ના પડો
  • હું તો સાધારણ નાલાયક છું, શ્રદ્ધા બાલાજી પર રાખો, જે દરબાર લગાવે છે
  • સનાતન સિવાય કોઈનામાં તાકાત નથી કે બાગેશ્વરધામનો સામનો કરે
  • જે ના માને એની ઠઠરી
  • ચમત્કારમાં ના પડો, હનુમાનજીની ભક્તિથી ચમત્કાર થશે
  • તમે મારા પર શ્રદ્ધા ના રાખતા, હનુમાનજી પર શ્રદ્ધા રાખજો
  • મને કહ્યું કે તમારે આપવું શુ છે, મેં કહ્યું કે આજ સુધી બધાએ ભૂત પકડ્યા
  • હું ભારતને ભગવાન પકડાવીને મરીશ
  • જેના જીવનમાં હનુમાન આવે, એનામાં બહાર આવી જાય
  • કેટલી જગ્યાએ ભટકશો, કેટલા ગુરુ બનાવશો, કેટલા પંથમાં જશો
  • કૃપા જોઈએ તો જજો બાગેશ્વરધામ હાથ જોડીને કહેજો તુમ હમારે, હમ તુમારે
  • મારો ધ્યેય છે હિંદુઓને જગાડવો
  • મને પાર્ટીથી ના જોડો, હું માત્ર હનુમાનજીની પાર્ટીમાં છું
  • કોઈ ધનવાન અપેક્ષા ના રાખે કે વીઆઇપી ટ્રીટમેન્ટ મળશે.
  • મને હિન્દુઓના દિલમાં હિન્દૂ રાષ્ટ્ર જોઈએ
  • ગુજરાતના 5 કરોડ લોકો માથે તિલક લગાવીને નીકળશે
  • મંગળવારે મંદિરોમાં જવાનું શરૂ કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news