હવે રીક્ષાની મુસાફરી કરવી બનશે મોંઘી, 10 જૂનથી આટલું રહેશે મિનિમમ ભાડું

ગુજરાતમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રિક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વાહન સંઘે ભાડામાં વધારાની માંગ કરી હતી. જોકે સંઘની માંગને ધ્યાનમાં રાખતાં સરકારે જાહેરાત કરી છે. 

હવે રીક્ષાની મુસાફરી કરવી બનશે મોંઘી, 10 જૂનથી આટલું રહેશે મિનિમમ ભાડું

અમદાવાદ: ગુજરાતમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રિક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વાહન સંઘે ભાડામાં વધારાની માંગ કરી હતી. જોકે સંઘની માંગને ધ્યાનમાં રાખતાં સરકારે જાહેરાત કરી છે. પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી અલગ-અલગ રિક્શા યુનિયનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ જાહેરાત કરી હતી કે મિનિમન ભાડું હાલ 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, અને ત્યારબાદ દર કિલોમીટરનું હાલનું ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા થઇ ગયું છે. 

પૂર્ણેશ મોદીએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જોકે યૂનિયનોએ માંગ કરી હતી મિનિમમ ભાડું 30 રૂપિયા સુધી વધારવામાં આવે, પરંતુ અમે હાલમાં ફક્ત 2 રૂપિયાનો વધારો કર્યો છે જે 18 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરવા માટે મંજૂરી આપી છે. આ પ્રકારે પ્રતિ કિલોમીટર બે રૂપિયાના વધારાને સ્વિકારવામાં આવ્યો છે. ઓટો રિક્શાના નવા દર 10 જૂનથી લાગૂ થશે. તેમણે કહ્યું કે સંઘોએ પણ આ નવા દર પર સહમતિ વ્યક્ત કરી છે અને આ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

નવું ભાડું 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે, અને સંઘ તે તારીખ પહેલાં કોઇ વધારો નહી કરે અથવા તો કોઇ આંદોલન શરૂ નહી કરવાને લઇને સહમતિ વ્યક્ત કરી છે. પૂર્ણેશ મોદીએ કહ્યું કે અમે ભાડામાં વધારાના મુદ્દાને એક સૌહાર્દપૂર્ણ સમાધાન લઇને આવ્યા છે. નવા દર લાગૂ થતાં ઓટો રિક્શા ચાલકોને પ્રતિ દિવસ લગભગ 100 રૂપિયા વધુ કમાવવામાં મદદ મળશે. અમે હાલની પરિસ્થિતિઓને જોતાં આ નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજ્યમાં રિક્શા ભાડાને ગત વર્ષે નવેમ્બરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારે મિનિમન ભાડાને 15 રૂપિયાથી વધારીને 18 રૂપિયા અને ત્યારબાદ પ્રતિકિલોમીટર માટે 10 રૂપિયાથી વધારીને 13 રૂપિયા કરવામાં આવ્યું હતું.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news