આ ગુજરાતી યુવાનનું ગીત ‘ચાર ચાર બંગડીવાળી’ ચોરી કર્યાનો કિંજલ દવે પર છે આરોપ

 કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગીત પર કમર્શિયલ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. આ ગીતના મૂળ લેખક અને ઓસ્ટ્રેલિયન કાઠીયાવાડી કિંગ તરીકે જાણાતા કાર્તિક પટેલે આ ગીત પોતાનું હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. જેના બાદ કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવા પર પ્રતિબંધ મૂકાયો છે અને યુટ્યુબ પરથી હટાવી લેવા કહેવામાં આવ્યું છે. કોર્ટના આ આદેશ બાદ ઓસ્ટ્રેલિયન યુવક કાર્તિક પટેલ સામે આવ્યો હતો. તેણે વીડિયો દ્વારા કોર્ટના આ આદેશ અંગે આનંદ અનુભવ્યો હતો. 

આ ગુજરાતી યુવાનનું ગીત ‘ચાર ચાર બંગડીવાળી’ ચોરી કર્યાનો કિંજલ દવે પર છે આરોપ

જાવેદ સૈયદ/અમદાવાદ : કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગીત પર કમર્શિયલ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. આ ગીતના મૂળ લેખક અને ઓસ્ટ્રેલિયન કાઠીયાવાડી કિંગ તરીકે જાણાતા કાર્તિક પટેલે આ ગીત પોતાનું હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. જેના બાદ કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવા પર પ્રતિબંધ મૂકાયો છે અને યુટ્યુબ પરથી હટાવી લેવા કહેવામાં આવ્યું છે. કોર્ટના આ આદેશ બાદ ઓસ્ટ્રેલિયન યુવક કાર્તિક પટેલ સામે આવ્યો હતો. તેણે વીડિયો દ્વારા કોર્ટના આ આદેશ અંગે આનંદ અનુભવ્યો હતો. 

હવે કિંજલ દવે નહિ ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી લાવી દઉઁ...’ ગીત, આ કારણે મૂકાયો પ્રતિબંધ 

કાર્તિક પટેલે કહ્યું કે, કોર્ટનો નિર્ણય જાણીને મને ખુબ જ આનંદ થયો. નિર્ણય સુધી પહોંચતા પહોંચતા ઘણો સમય લાગી ગયો. તમે સામાન્ય રીતે બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતા, જેમ કે વાહન કે અન્ય કોઈ વસ્તુ. તો કોઈનું સંગીત શુ કામ ચોરી કરવું. તે બાબત યોગ્ય નથી. વ્યક્તિની જે ક્રેડિટ હોય છે એ આપ્યા વગર તમે તેની ચોરી કરો છો. 

212545.jpg

કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને તે મેલબોર્નમાં કાઠિયાવાડી કિંગ તરીકે પ્રખ્યાત છે. તેનું કહેવું છે કે, 'ચાર બંગડીવાળી’ ગીત મેં લખ્યું હતું અને તેને કિંજલ દવે એ ચોરી કરી છે. અરજદાર યુવકે જે અરજી કરી છે તે મુજબ, કિંજલ દવેએ જે ગીત ગાયું છે અને ઈન્ટરનેટ પર મૂક્યુ છે તે પોતે લખ્યુ અને ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.  

કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળુ ગીત ફરી વિવાદમાં સપડાયું છે. ઓસ્ટ્રેલિયાના કાઠીવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપી રાઈટનો દાવો કરતા કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે. કિંજલ દવને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો છે. સાથે જ આ ગીત હવે કોઈને પણ ન વેચવા પણ આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ હાથ ધરાશે. અરજદાર યુવકે કોર્ટમાં અરજી કરી હતી કે. કિંજલ દવેએ જે ગીત ગાયુ અને ઈન્ટરનેટ પર મૂક્યું છે કે પોતે લખ્યું છે અને ગાયું પણ છે . તેનો વીડિયો પણ 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ જ તે ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2016માં તે ગીતનો વીડિયો યુ ટ્યૂબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news