AAP કા નશા, કમલમ્ પર કબ્જાનો પ્રયાસ: આપ નેતા ઇટાલીયાને પડ્યો માર, કાર્યકરોને દોડાવી માર મરાયો
Trending Photos
ગાંધીનગર : રાજ્યમાં 12 ડિસેમ્બરે આયોજીત હેડક્લાર્કના પેપર ફુટવા મુદ્દે હાલ રાજનીતિ ભારે ગરમાઇ ચુકી છે. જેનો સરકારે પણ સ્વિકાર કર્યો છે. ત્યારે આ પેપરલીક કાંડ મુદ્દે આપના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરીને ભાજપને ઘેરવાની રણનીતિ સાથે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે બળપ્રયોગ કરતા ગોપાલ ઇટાલીયાને કરોડરજ્જુ અને પીઠના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત અનેક કાર્યકર્તાઓના માથા પણ ફુટ્યા હતા.
ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાસે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બાકીના 27 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જો કે આ અંગે આપનો આરોપ હતો કે, ભાજપ સરકાર પોતાના મળતીયાઓને સરકારી નોકરીઓમાં ઘુસાડી રહી છે. આ ઉપરાંત સમગ્ર તંત્રને કઠપુતળીની જેમ નચાવી રહ્યા છે. ભાજપના ગુંડાઓ દ્વારા આપના કાર્યકર્તાઓ અને ખાસ કરીને મહિલા સાથે ગેરવર્તણુંક પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
પોલીસ લાઠીચાર્જમાં ગોપાલ ઇટાલિયાને એટલો માર મરાયો કે તેની પીઠ પર ડંડાના સોળ ઉપસી ગયાની તસ્વીરો વાયરલ થઇ છે. પોલીસ લાઠી ચાર્જમાં ગોપાલ ઇટાલિયાને પીઠ અને કરોજરજ્જુમાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત અનેક કાર્યકર્તાઓના માથા પણ ફુટ્યા હતા. આ ઉપરાંત પોલીસે આપના કાર્યકરોને દોડાવી દોડાવીને માર માર્યા હોવાના વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.તો બીજી તરફ ભાજપની બે યુવા મહિલા નેતાઓએ પણ તેમની છેડતી થઇ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જેના પગલે હાલ તો સમગ્ર મુદ્દે રાજનીતિ વધારે ઉગ્ર બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે