સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટનાથી ઉહાપોહ, સિનિયર તબીબોએ જૂનિયરો પાસે કરાવ્યું આ કામ કે...

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવચા ખળભળાટ મચી ગયો છે. સિનિયર તબીબો દ્વારા 2 જુનિયર તબીબો સાથે રેગિંગ કરવામાં આવતા સ્મિમેર પર કલંક લાગ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટનાથી ઉહાપોહ, સિનિયર તબીબોએ જૂનિયરો પાસે કરાવ્યું આ કામ કે...

ચેતન પટેલ, સુરત: સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવચા ખળભળાટ મચી ગયો છે. સિનિયર તબીબો દ્વારા 2 જુનિયર તબીબો સાથે રેગિંગ કરવામાં આવતા સ્મિમેર પર કલંક લાગ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ સિનિયર તબીબોએ ટ્રેનિંગ હોવાનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી મૂજબ સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વાર જુનિયરો પર રેગિંગ કરવામાં આવતા સમગ્ર મેડિકલ કોલેજમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. ત્યારે સિનિયર તબીબો દ્વારા જાત-જાતની બાબતોથી અત્યાચાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સ્મિમેર હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગ નજીક શનિવાર રાત્રે સિનિયર ડોક્ટરો દ્વારા 2 જુનિયર તબીબોને અડધો કલાક સુધી દોડાવ્યા હતા.

જો કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં સ્મિમેર હોસ્પિટલના ડીને રેગિંગ ગણી તપાસ શરૂ કરી અને સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તપાસ કમિટીમાં પાંચ વિભાગીય વડાની નિમણૂક કરાઈ છે અને આજથી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે સિનિયર તબીબોએ ટ્રેનિંગ હોવાનું નિવેદન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news