ગુજરાતનું ગૌરવ વધે તેવા સમાચાર : ગીરમાં સિંહોની વસતી વધી

ગીરના સાવજો ગુજરાતનું ગૌરવ છે. હવે આ ગૌરવમાં વધારો થતા સમાચાર સામે આવ્યા છે. દલખાણીયા રેન્જમાં ગત મહિને ૨૩ સિંહના મોત બાદ આજે પ્રથમ વખત પૂનમ નિમીતે થતી સિંહોની ગણતરી થઈ હતી. જેમાં ગીર (Gir) માં હાલ સિંહોની સંખ્યા 674 ને પાર થઈ છે. ગણતરી પ્રમાણે, જંગલમાં અંદાજે 674 સિંહ-સિંહણ (Asiatic lions) વસવાટ કરતા હોવાનો અંદાજ છે. 

ગુજરાતનું ગૌરવ વધે તેવા સમાચાર : ગીરમાં સિંહોની વસતી વધી

ઝી મીડિયા/બ્યૂરો :ગીરના સાવજો ગુજરાતનું ગૌરવ છે. હવે આ ગૌરવમાં વધારો થતા સમાચાર સામે આવ્યા છે. દલખાણીયા રેન્જમાં ગત મહિને ૨૩ સિંહના મોત બાદ આજે પ્રથમ વખત પૂનમ નિમીતે થતી સિંહોની ગણતરી થઈ હતી. જેમાં ગીર (Gir) માં હાલ સિંહોની સંખ્યા 674 ને પાર થઈ છે. ગણતરી પ્રમાણે, જંગલમાં અંદાજે 674 સિંહ-સિંહણ (Asiatic lions) વસવાટ કરતા હોવાનો અંદાજ છે. 

વર્ષ         સિંહોની સંખ્યા 

1990           284

1995          304

2000          327

2005          359

2010          411

2015         523

2021       674

કોરોનાકાળમાં પણ ગત વર્ષે સિંહોની ગણતરીની કામગીરી અટકી ન હતી. આ વર્ષે વન કર્મચારીઓ અને ગીર જંગલના બીટ સ્ટાફ દ્વારા મળીને આ ગણતરી પૂરી કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું કે, ગીર જંગલની બહાર 2015 માં 167 સિંહો નિવાસ કરતા હતા, જ્યારે કે 2021 માં તેમની સંખ્યા 329 પર પહોંચી છે. જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2020 ની વચ્ચે ગીર જંગલની અંદર 313 સિંહો અને તેમના બચ્ચાઓના વિવિધ કારણોથી મોત નિપજ્યા હતા. આ છતા આ વર્ષે તેમની સંખ્યા 674 સુધી પહોંચી છે. 

તો તાજેતરમાં જ રાજ્યના મહિલા અને બાળ વિકાસ તેમજ વન મંત્રી ગણપતસિંહ વસાવાએ આ વિશે જાહેરાત કરી હતી કે, ગુજરાતના સિંહો સમગ્ર દેશનું ગૌરવ છે. ગુજરાતની સરકાર અને જનતાએ સિંહ સંવર્ધન કર્યું છે. 523 જેટલા સિંહોની સંખ્યા છેલ્લી ગણતરીમાં હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા અવલોકન કરવામાં આવ્યું, જેમાં 674 જેટલા સિંહોની સંખ્યા જોવા મળી છે. 

ગીર નેશનલ પાર્ક તેમજ અભ્યારણ્યમાં તેમની સંખ્યા સૌથી વધુ 334 ની આંકવામાં આવી છે. જ્યારે કે, પાનિયા અભ્યારણ્યમાં 10, મિતિયાલામાં 16, ગીમર અભ્યારણ્યમાં 56, દક્ષિણ પશ્ચિમ કિનારા પર 20, દક્ષિણ પૂર્વીય કિનારા પર 67, સાવરકુંડલા લિલિયા જંગલમાં 98, ભાવનગર મુખ્ય જંગલમાં 56 તથા ભાવનગર બોર્ડર વિસ્તારમાં 17 સિંહો હોવાનું આંકડામાં સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ગત મહિને ગીર પૂર્વ ધારી હેઠળના દલખાણીયા રેન્જના સરસીયાના રોણીયા વિસ્તારમાં ૨૩ સિંહોના મોત થયા હતા. તેના બાદ દર મહિનાના પૂનમે થતી ગણતરીમાં આ આંકડો સામે આવ્યો છે. આ ગતરીમાં વન તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news