આશાબેનના નિધનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત, 182નો આંકડો અપશુકનિયાળ સાબિત!
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/બ્યૂરો: ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થતા ગુજરાતની રાજનીતિમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે, આશાબેનનું ડેન્ગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન અસર પડી હતી, જેના કારણે તેમના અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરતું મલ્ટી ઓર્ગન ફેઇલ થઇ જતા તેમનું આજે નિધન થયું છે.
ગુજરાત વિધાનસભા ફરી એક વાર ખંડિત
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે. પરંતુ ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યાં છે, જેમાં કોઇ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે 182નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે.
ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનથી ગુજરાત વિધાનસભા ફરી એક વાર ખંડિત થઈ ગઈ છે. આશા બેનનું નિધન થતાં ઊંઝા બેઠક ખાલી થઈ છે. ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થતાં ગુજરાત વિધાનસભા ફરી એક વાર ખંડિત થતાં બેઠક ખાલી પડી છે. વિધાનસભાનો 182નો આંક ખંડિત હંમેશાં ખંડિત જ રહે છે. જેના કારણે અગામી છ માસમાં ઊંઝા વિધાનસભાની પેટાચુંટણી યોજાઇ શકે છે.
જાણો કોણ છે ડો. આશા પટેલ?
આશા પટેલનો જન્મ 6 સપ્ટેમ્બર 1977ના રોજ થયો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી તેઓ અનુસ્નાતક થયા હતાં. કેમેસ્ટ્રી વિષયમાં આશાબહેને ડોકટરેટની પદવી મેળવી હતી. એટલું જ નહીં તઓ ખેતીવાડીના વ્યવસાય સાથે પણ જોડાયેલાં હતાં. 2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડીને જીતેલા આશા પટેલે આ મત વિસ્તારમાં એક ખાસ સ્થાન બનાવી લીધું હતી. વિપક્ષમાં રહીને પણ તેમણે પોતાના મતવિસ્તારના લોકોના કામો માટે ખુબ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેઓ સત્તાપક્ષના ધારાસભ્ય બન્યા અને પોતાના મતવિસ્તારના અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું. રાજનેતાની સાથો-સાથ આશાબેન એક સામાજિક કાર્યકર તરીકે પણ ખુબ જાણીતા હતાં. તેમણે અનેકવિધ સામાજિક કાર્યો કરીને સંખ્યાબંધ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના નિધનથી તેમના મત વિસ્તાર ઊંઝા જ નહિ પણ, ઉત્તર ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કેવો રહ્યો આશાબેન પટેલનો કાર્યકાળ
ડો.આશા પટેલ વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ઊંઝા બેઠક પરથી જંગી મતોથી જીત હાંસલ કરીને ધારાસભ્ય બન્યા હતા. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર નારણકાકા જીતતા આવ્યાં હતાં. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પાડીને ભાજપના દિગ્ગજ નેતાને હરાવીને તેઓ પહેલીવાર વિધાનસભાના સભ્ય બન્યા હતાં. જોકે, ત્યારબાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે નારાજ થઈને આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2019માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ઊંઝા બેઠક પરથી ટિકિટ આપી અને આશા પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ઊંઝા APMCમાં આશા પટેલનું સારું એવું પ્રભુત્વ રહ્યુ હતું. મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો છે.
ઊંઝા APMCમાં પણ દબદબો
આશા પટેલે કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં પાટીદાર આંદોલન વખતે પણ તેઓની સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે