Asaram rape case : સુરતની બે બહેનોના દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરુ આસારામ દોષિત જાહેર, આવતીકાલે સજાનુ એલાન

Asaram rape case Verdict : આસારામ સામે નોંધાયેલ બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી... તમામ દલીલો પૂર્ણ થતાં સેશન્સ કોર્ટ આજે ચુકાદો ...
 

Asaram rape case : સુરતની બે બહેનોના દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરુ આસારામ દોષિત જાહેર, આવતીકાલે સજાનુ એલાન

Asaram rape case Verdict : આસારામ કેસમાં ગાંધીનગર સેશન કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. સુરતની બે બહેનોના દુષ્કર્મ કેસમાં પાખંડી ધર્મગુરુને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આસારામને ગુનેગાર સાબિત કર્યો છે. કુલ 7 આરોપી સામે ગુન્હો નોંધાયો હતો, જેમાં આસારામ સિવાયના 6 આરોપીઓને પુરાવના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે. જેમાં આસારામની પત્ની એની દીકરી સહિત 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. ત્યારે આસારામને સજા નું એલાન આવતીકાલે સવારે 11 વાગે કરવામાં આવશે. 

શું હતો આખો કેસ
વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે, નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. યુવતીના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા. તેના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.  2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.

 

આ કેસમાં આસારામ સહિત 7 આરોપીઓ હતા 
1 આસારામ
2 ભારતી ..આસારામ પુત્રી
3 લક્ષ્મી..આસારામ પત્ની
4 નિર્મલા ..ઢેલ
5 મીરા...બંગલો
6 ધ્રુવ 
7 જસવતી

80 વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા 
જેમાં બે સાક્ષી મૃત્યુ પામ્યા છે
અખિલ ગુપ્તા 
અમૃત પ્રજાપતિ 

કલમ
376 (B) બળાત્કાર, 377 સૃષ્ટિવિરુદ્ધ નું કૃત્ય, 357 હુમલો, 342 હુમલો, 323 માર મારવો, 346 બળજબરીથી ગોંધી રાખવા, 354, 120 b સડયંત્ર, 201 પુરાવા નો નાશ

કેસની પહેલી સુનવણી 4-6-2014 થઈ
આજે 30-1-2023 જજમેન્ટ
અત્યાર સુધી ને લઈ 2 થી વધુ મુદત પડી ચુકી છે
આસારામની દિકરી ભારતી આવશે પછી કોર્ટ ચુકાદો સંભળાવશે

છેલ્લાં 10 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news