ઘરમાં પણ સલામત નથી દીકરીઓ, નાની વયની કિશોરીને ઘરમાં એકલા મૂકીને જતા હોય તો વાંચી લો આ કિસ્સો

Vadodara News : વડોદરામાં 53 વર્ષીય વૃદ્ધે કિશોરી પર નજર બગાડી, તેને ઘરના વાડાની ઝાડીઓમાં બળજબરીથી લઈ જતો હતો
 

ઘરમાં પણ સલામત નથી દીકરીઓ, નાની વયની કિશોરીને ઘરમાં એકલા મૂકીને જતા હોય તો વાંચી લો આ કિસ્સો

Vadodara Rape Case મિતેષ માળી/વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં માનસિક દિવ્યાંગ કિશોરીને ઘરના વાડાની ઝાડીઓમાં લઈ જઈને પાડોશી આધેડે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીના પરિવારજનોએ 181 અભયમને જાણ કરતાં પાદરા અભયમ ટીમ ગામમાં પહોંચી ગઈ હતી અને પરિવારને સાંત્વના આપી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. વડું પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીની માતાની ફરિયાદના આધારે હવસખોર આધેડ સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતા નોકરી ગયા બાદ પાડોશમાં રહેતો 53 વર્ષીય સુરેશ ખુમાનસિંહ પાટણવાડિયા ઘરમાં એકલી રહેતી માનસિક દિવ્યાંગ કિશોરીને ઘરના વાડાની ઝાડીઓમાં બળજબરીથી લઈ જતો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. માનસિક દિવ્યાંગ કિશોરી સાથે આધેડ દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. કિશોરીએ તેનાં માતા-પિતાને પોતાની સાથે પાડોશી સુરેશ પાટણવાડિયા દ્વારા કરવામાં આવી રહેલાં બદકામ અંગેની જાણ કરી હતી.

આ પણ વાંચો : 

માનસિક દિવ્યાંગ કિશોરીની વાત સાંભળતાં માતા-પિતા ચોંકી ઊઠ્યાં હતાં અને હવસખોર સુરેશ પાટણવાડિયાથી દીકરીને બચાવવા માટે 181 અભયમ ટીમને ફોન કરી રજૂઆત કરી હતી. પાદરા અભયમ ટીમ તરત જ ગામમાં પહોંચી ગઈ હતી અને સગીરા અને તેનાં માતા-પિતાને સાંત્વના આપી હતી. એ સાથે દિશા સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર સુરેશ પાટણવાડિયા સામે વડું પોલીસ મથકમાં ફરિયાદ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news