કોરોનાના કહેર બાદ હવે ગુજરાતના રંગીલા શહેરમાં આ રોગ ફાટી નીકળ્યો, 17 કેસ નોંધાતા ફફડાટ
આંકડાની વાત કરીએ તો મેલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાના 2 કેસ, શરદી ઉધરસ ના 253 કેસ, સામાન્ય તાવના 49 કેસ, જાડા ઉલટીના 87 કેસ નોંધાયા છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: કોરોનાના કહેર બાદ હવે ડેન્ગ્યુનો કહેર સામે આવ્યો છે. છેલ્લા 7 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 17 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે ડેન્ગ્યુના 17 જેટલા કેસ નોંધાતા ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસનો આંકડો 104 પર પહોંચ્યો છે.
બીજી તરફ અન્ય રોગના આંકડાની વાત કરીએ તો મેલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાના 2 કેસ, શરદી ઉધરસ ના 253 કેસ, સામાન્ય તાવના 49 કેસ, જાડા ઉલટીના 87 કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ સમગ્ર મામલે રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે વક્રી રહેલા રોગચાળા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે સતત કાર્યરત છે.
મહત્વનું છે કે, દવા છટકાવ ફોગિંગ મચ્છરના લાડવા શોધવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમજ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના આંકડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે